લગભગ ૭૫ ટકા વ્યક્તિગત ટૅક્સ પેયર્સે નવી ટૅક્સ-પ્રણાલી અપનાવી લીધી : ફાઇનૅન્સ સેક્રેટરી

03 February, 2025 07:55 AM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

આ વર્ષે બજેટમાં ૧૨ લાખ રૂપિયા સુધીની આવક પર ઇન્કમ-ટૅક્સ ઝીરો કરી દેવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

સંસદમાં બજેટ રજૂ થયા બાદ પોસ્ટ-બજેટ કૉન્ફરન્સમાં ફાઇનૅન્સ સેક્રટરી તુહિન કાન્તા પાંડેએ જણાવ્યું હતું કે ૭૫ ટકા ટૅક્સપેયર્સ નવી ટૅક્સ-પ્રણાલીમાં મૂવ થઈ ચૂક્યા છે. જૂની ટૅક્સ-પ્રણાલી ઉપલબ્ધ છે પણ મોટા ભાગના લોકો નવી ટૅક્સ-પ્રણાલી હેઠળ રિટર્ન્સ ફાઇલ કરે છે. આ વર્ષે બજેટમાં ૧૨ લાખ રૂપિયા સુધીની આવક પર ઇન્કમ-ટૅક્સ ઝીરો કરી દેવામાં આવ્યો છે.

national news india finance news finance ministry union budget