અર્થવ્યવસ્થાની ખસ્તા હાલત પર મનમોહનનો સવાલ, નાણામંત્રીએ આપ્યો આ જવાબ

01 September, 2019 04:26 PM IST  |  નવી દિલ્હી

અર્થવ્યવસ્થાની ખસ્તા હાલત પર મનમોહનનો સવાલ, નાણામંત્રીએ આપ્યો આ જવાબ

નિર્મલા સીતારમણનો મનમોહન સિંહને જવાબ

દેશની અર્થવ્વયસ્થાની સ્થિતિને લઈને નાણામંત્રી નિર્મલા સીતારમણે કોઈ સીધો જવાબ નથી આપ્યો. પત્રકારે પૂછેલા સવાલના જવાબ નિર્મલાએ કહ્યું કે, 'તેમણે જે કહ્યું છે તેના પર મારો કોઈ જ વિચાર નથી. તેમણે જે કહ્યું તે મે પણ સાંભળ્યું છે.' નાણામંત્રીએ કહ્યું કે, શું ડૉ.મનોહન સિંહ કહી રહ્યા છે કે રાજનૈતિક પ્રતિશોધમાં સામેલ થવા કરતા તેણે જેઓ ચુપ છે તેવા લોકો પાસેથી સલાહ લેવી જોઈએ? શું તેમણે આવું કહ્યુ? ઠીક છે, ધન્યવાદ, હું આના પર તેમની વાત સાંભળીશ. આ જ મારો જવાબ છે.'

નિર્મલા સીતારમણે કહ્યું કે, 'હું ઉદ્યોગોને મળી રહી છું અને તેમના ઈનપુટ્સ લઈ રહી છું. સરકાર પાસેથી તેઓ શું ઈચ્છે છે, તેના પર તેમના મંતવ્યો લઈ રહી છું. હું તેનો જવાબ પણ આપી રહી છું. હું પહેલા પણ બે વાર આવું કરી ચુકી છું. અને આગળ પણ કરીશ.'


મનમોહન સિંહે શું કહ્યું હતું?
તમને જણાવી દઈએ કે ભારતના ઘટતા જતા જીડીપીને લઈને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદી સરકારની નીતિઓની આલોચના કરી હતી. સિંહે એક નિવેદનમાં કહ્યું કે, 'આપણ અર્થવ્યવસ્થા વ્યક્તિએ કરેલી ભૂલમાંથી બહાર નથી આવી શકી, જેમણે નોટબંધી અને જીએસટીને ઉતાવળમાં લાગૂ કર્યું. આ વિશેષ રૂપથી ચિંતાજનક છે કે વિનિર્માણ ક્ષેત્રની વૃદ્ધિ 0.6% પર આવી ગઈ.'

તેમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થાની હાલત આજે ખૂબ જ ચિંતાજનક છે. પાછલા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિ દર 5 ટકા રહ્યો છે. પૂર્વ પીએમએ કહ્યું કે ભારતમાં ખૂબ જ ઝડપથી આગળ વધવાની ક્ષમતા છે પરંતુ મોદી સરકારે કરેલી ભૂલ આજની મંદીનું કારણ છે.

manmohan singh nirmala sitharaman