GST, ઈન્કમ ટૅક્સ રીર્ટન, પૅન-આધાર કાર્ડ લિંકિગની સમયમર્યાદા વધારાઈ

24 March, 2020 03:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

GST, ઈન્કમ ટૅક્સ રીર્ટન, પૅન-આધાર કાર્ડ લિંકિગની સમયમર્યાદા વધારાઈ

નાણા પ્રધાન નિર્મલા સિતારામન

નાણા પ્રધાન નિર્મલા સિતારામને મંગળવારે ઈન્કમ ટૅક્સ અને જીએસટી સંબંધિત મુદાઓ પર અનેક રાહતોની ઘોષણા કરી છે. નાણાંકીય વર્ષ 2018-19 માટે ઈન્કમ ટૅક્સ રીર્ટન ભરવાની તારીખ વધારીને 30 જુન 2020 કરવામાં આવી છે. આ સમયગાળા દરમ્યાન વિલંબિત ઈન્કમ ટૅક્સ પરનો વ્યાજદર 12 ટાકથી ઘટાડીને નવ ટકા કરવામાં આવ્યો છે. TDS જમા કરવાની સમય મર્યાદા નથી વધારી પરંતુ વ્યાજદર 12 ટકાથી ઘટાડીને 9 ટકા કર્યો છે. સાથે જ કેન્દ્ર સરકારે જીએસટી ભરવાની, પૅન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાની સમયમર્યાદા પણ વધારી છે. તે સિવાય બેન્કના ગ્રાહકો માટે રાહત અપાઈ છે.

નીચેના મુદાઓ પર સરકારે આપી છે આ પ્રકારની રાહત...

- ત્રણ મહિના સુધી કોઈપણ એટીએમમાંથી પૈસા કઢાવવા પર ટ્રાન્ઝેક્શન ચાર્જ નહીં લાગે

- ત્રણ મહિના સુધી મિનિમમ બૅન્ક બેલેન્સ મેન્ટેન કરવામાંથી રાહત

- ડિજીટલ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં પણ ઘટાડો

- સરકારે પાંચ કરોડ રૂપિયાથી ઓછા ટર્નઑવર વાળા ઉદ્યોગપતિઓ માટે માર્ચ, એપ્રિલ અને મે મહિનાનું જીએસટી રીર્ટન તેમજ કંપોઝિશન રીર્ટન ભરવાની સમયમર્યાદા વધારીને 30 એપ્રિલ 2020 કરી છે

- પૅન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાની સમયમર્યાદા વધારીને 30 જુન 2020 કરી છે

- 'વિવાદથી વિશ્વાસ' યોજનાની સમયમર્યાધા વધારીને 30 જુન 2020 કરવાનો નિર્ણય

- 'સબકા વિશ્વાસ' યોજના સાથે જોડાયેલા વિવાદો પાર પાડવા માટે પહેલા 31 માર્ચ 2020 સુધીનો સમય હતો, હવે તેને 31 માર્ચ 2020 કરવામાં આવ્યો છે

- સરકારે બોર્ડ કંપનીઓને બે મહિના સુધી 60 દિવસનું રિલિફ આપવાનો નિર્ણય કર્યો છે

- કસ્ટમ ડયુટીના મુદાઓ પર પણ રાહત

- કંપનીઓના ડાયરેક્ટર્સને ભારતમાં પ્રવાસની સમયમર્યાદા પર પણ છુટ

- 30 એપ્રિલે મેચ્યોર થનારા ડિબેન્ચર્સની મર્યાદા વધારીને 30 જુન 2020 કરવામાં આવી

- કંપનીઓની ડિપોઝીટ રીઝર્વની શરતોમાં છુટ

- નવી કંપનીઓને બિઝનેસ શરૂ કરવામાં માટે છ માસનો વધુ સમય

- એક કરોડ રૂપિયાની ડિફોલ્ટ પરિસ્થિતિ હશે ત્યારે જ કંપનીને ઈન્સોલ્વન્સીનો સામનો કરવો પડશે

- મત્સ્યદ્યોગ ક્ષેત્ર માટે પણ અનેક રાહતો

national news finance ministry nirmala sitharaman income tax department goods and services tax