ખેડૂતોની માગણી નહીં સંતોષાય તો પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ

03 January, 2021 01:22 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ખેડૂતોની માગણી નહીં સંતોષાય તો પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ

ફાઈલ તસવીર

નવા કૃષિ કાયદાના વિરોધમાં વધુ સખતાઈ દાખવતાં આંદોલનકારી ખેડૂત સંગઠનોએ તેમની માગણીઓ ન સંતોષાય તો આગામી પ્રજાસત્તાક દિન-૨૬ જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ કરવાની ચીમકી સરકારને આપી હતી. પ્રજાસત્તાક દિને રાજપથ પર બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સન સમક્ષ સરકારી પરેડ યોજાયા પછી ખેડૂતો ટ્રેક્ટર્સની કતારોમાં કિસાન પરેડ યોજવાની તૈયારી ખેડૂત નેતા દર્શન પાલ સિંહે એક પત્રકાર પરિષદમાં દર્શાવી હતી. ખેડૂતો અને સરકાર વચ્ચે મંત્રણાનો વધુ એક દોર સોમવાર, ૪ જાન્યુઆરીએ યોજાશે. એ મંત્રણા પૂર્વે ચીમકી આપવાનું આ પગલું મહત્ત્વપૂર્ણ મનાય છે. ખેડૂતોએ તેમની માગણીઓ બાબતે અનિશ્ચિતતાનો અંત લાવવા માટે આકરાં પગલાં લેવાની વિચારણા ગયા શુક્રવારે કરી હતી. 

national news