ખેડૂતો ૨૬ જાન્યુઆરીએ ટ્રૅક્ટર-રૅલી કાઢવા મક્કમ,પોલીસ સાથે બેઠક અનિર્ણીત

22 January, 2021 01:23 PM IST  |  New Delhi | Agencies

ખેડૂતો ૨૬ જાન્યુઆરીએ ટ્રૅક્ટર-રૅલી કાઢવા મક્કમ,પોલીસ સાથે બેઠક અનિર્ણીત

તસવીર સૌજન્ય જાગરણ

ખેડૂત આંદોલનનો ૫૭મો દિવસ છે. નવા કૃષિ કાયદાને રદ કરવાની માગણીને લઈને પંજાબ સહિત કેટલાંક રાજ્યના ખેડૂત દિલ્હી બૉર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો સાથે પોલીસની બેઠકમાં કોઈ પરિણામ આવ્યું નહોતું. સતત ત્રીજા દિવસે પોલીસે
ખેડૂતોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. બેઠકમાં દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારી સામેલ થયા હતા. બેઠકમાં ખેડૂતોએ સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ પણ ભોગે દિલ્હીના આઉટર રિંગ રોડ પર ટ્રૅક્ટર-રૅલી કાઢશે.
દિલ્હી પોલીસનું કહેવું છે કે અમે ગણતંત્ર દિવસને જોતાં આઉટર રિંગ રોડ પર ટ્રૅક્ટર રૅલીની પરવાનગી નથી આપી શકતા. દિલ્હી પોલીસે સૂચન કર્યું છે કે ખેડૂત કેએમપી હાઇવે પર પોતાની ટ્રૅક્ટર-રૅલી કાઢે. ગણતંત્ર દિવસને જોતાં ટ્રૅક્ટર-રૅલીને સુરક્ષા આપવામાં કઠિનાઈ થશે.

national news