વિરેન્દર સેહવાગે નાચી રહેલા ખેડૂતનો વીડિયો શા માટે શૅર કર્યો?

15 September, 2020 03:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિરેન્દર સેહવાગે નાચી રહેલા ખેડૂતનો વીડિયો શા માટે શૅર કર્યો?

 

 

સોશ્યલ મીડિયામાં એક ખેડૂતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે પોતાના ખેડૂતમાં કામ કરતા કરતા નાચી રહ્યો છે. વાસ્તવિક જીવનમાં ખેડૂતોને આટલા ખુશ ભાગ્યે જ જોઈ શકાય છે. વીડિયોમાં આ ખેડૂત ખૂબ જ પ્રેમથી કામ કરતા દેખાઈ રહ્યો છે. વીડિયોથી લોકોને બોધ આપવામાં આવ્યો છે કે ખુશ રહેવુ ખૂબ જ જરૂરી છે.

ભૂતપૂર્વ ઈન્ડિયન ક્રિકેટર વિરેન્દર સેહવાગે આ વીડિયો શૅર કરીને લખ્યું કે, આ ખેડૂત પાસેથી કેટલુ સામાન્ય અને અદભુત પાઠ શીખવા મળે છે. તમે કઈ પણ કરો, કોઈ પણ ઘરનું કામ કે ઑફિસનું કામ પણ ખુશ રહેતા શીખો, જેવો આ ખેડૂત કરી રહ્યો છે.

मेरे देश की धरती सोना उगले, उगले हीरे मोती
मेरे देश की धरती ...

વીડિયોમાં ખેડૂત કામ કરી રહ્યો છે. ટ્રેક્ટર ચલાવી રહ્યો છે. કામ કરતા કરતા ગીત પણ ગાઈ રહ્યો છે. બપોર સુધીમાં 27 હજારથી પણ વધુ લોકોએ આ વીડિયો જોયો હતો. લોકોને પણ આ વીડિયો ખુબ જ ગમ્યો હતો અને કમેન્ટ્સ આપી હતી.

 

The Joy of work ?

virender sehwag viral videos