ડંખ નહીં મારું, ફૂંફાડો જરૂર મારીશ : મમતા

23 September, 2012 03:40 AM IST  | 

ડંખ નહીં મારું, ફૂંફાડો જરૂર મારીશ : મમતા



કલકત્તામાં ગઈ કાલે પાણીપુરવઠા વિભાગના એક કાર્યક્રમ દરમ્યાન મમતાએ આ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘આપણે ભલે ગરીબ હોઈએ, પણ સ્વાભિમાન ધરાવીએ છીએ. જનતા લોકશાહીની સૌથી મોટી સંપત્તિ છે. બંગાળ આજે જે વિચારે છે એ આવતી કાલે આખી દુનિયા વિચારશે.’

કૉન્ગ્રેસે મમતા બૅનરજીની સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો

યુપીએ સરકારમાંથી તૃણમૂલ કૉન્ગ્રેસના પ્રધાનોએ રાજીનામાં આપ્યા બાદ ગઈ કાલે પિમબંગની મમતા બૅનરજીની સરકારમાંથી કૉન્ગ્રેસના છ પ્રધાનોએ રાજીનામાં આપી દીધાં હતાં તથા રાજ્યના કૉન્ગ્રેસપ્રમુખ પ્રદીપ ભટ્ટાચાર્યે રાજ્યપાલને મળીને તૃણમૂલ કૉન્ગ્રેસની સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો હોવાની જાણકારી આપતો પત્ર સોંપ્યો હતો. પિમબંગની વિધાનસભામાં કૉન્ગ્રેસના ૪૨ સભ્યો છે. જોકે ૧૮૫ વિધાનસભ્યો સાથે તૃણમૂલ કૉન્ગ્રેસ સ્પષ્ટ બહુમત ધરાવે છે એટલે કૉન્ગ્રેસે ટેકો પાછો ખેંચ્યો હોવા છતાં મમતા બૅનરજીની સરકાર સામે કોઈ ખતરો નથી.

યુપીએ = યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ

એફડીઆઇ = ફોરેન ડાઇરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ