પ્રતિષ્ઠિત કલાકાર સતિષ ગુજરાલનું નિધન

27 March, 2020 02:09 PM IST  |  Delhi | Gujarati Mid-Day Online Correspondent

પ્રતિષ્ઠિત કલાકાર સતિષ ગુજરાલનું નિધન

સતિષ ગુજરાલ બહુ જ સારા લેખક પણ હતા

પ્રતિષ્ઠિત કલાકાર, આર્કિટેક્ટ, શિલ્પકાર અને લેખક સતિષ ગુજરાલનું ગુરુવારે 94 વર્ષની વયે અવસાન થયું.ભાગલા પૂર્વે પંજાબના જેલમમાં જન્મેલા સતિષ ગુજરાલ સ્વર્ગસ્થ વડા પ્રધાન આઇ.કે. ગુજરાલના ભાઈ હતા.તેમને 1999માં પદ્મવિભુષણથી નવાજવામાં આવ્યા હતાં. સતિષ ગુજરાલે 9 વર્ષની વયે અકસ્માતમાં શ્રવણ શક્તિ ગુમાવી દીધા પછી તેમણે ચિત્રકળામાં જ અભ્યાસ કરવાની શરૂઆત કરી અને મેયો કૉલેજમાં થયેલી શરૂઆત મુંબઇને જે જે સ્કૂલ ઑફ આર્ટમાં પૂર્ણ થઇ.જો કે સ્વાસ્થ્યનાં પ્રશ્નોને કારણે તેઓ મેયોનો અભ્યાસ પુરો ન કરી શક્યા.તેમણે પ્રતિષ્ઠિત મ્યુરાલિસ્ટ ડિએગો રિવિએરા પાસે પેલાસિઓ ડે બેલા આર્ટેસની સ્કોલશીપ હેઠળ અભ્યાસ કર્યો અને આખા વિશ્વમાં તેમની કલાનાં પ્રદર્શનો યોજાઇ ચૂક્યાં છે.તેમણે આર્કિટેક્ટ તરીકે દિલ્હીમાં બેલ્જિયમ એમ્બેસીનું ડિઝાઇનિંગ કર્યું છે.તેઓ પહેલાં માત્ર પંજાબી અને થોડું ઘણું ઉર્દૂ જાણતા અને તેમાંથી આ ક્ષતિઓ સાથે તેઓ વિશ્વ સ્તરે પોતાની કલા દ્વારા અનેકો સુધી પહોંચ્યા.તેમણે પોતાની ઑટોબાયોગ્રાફી ‘અ બ્રશ વિધ લાઇફ’ લખી હતી અને તેમણે જિંદગીને ભરપુર જીવી તેમાં અનેક રંગો ભર્યા હતા.

national news delhi news