ફેસબુકે ભાજપના આ MLAને શા માટે બૅન કર્યો?

03 September, 2020 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફેસબુકે ભાજપના આ MLAને શા માટે બૅન કર્યો?

ટી રાજા

The Wall Street Journalમાં ગુરુવારે એક નવો રિપોર્ટ આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના તેલંગણાનાં વિધાનસભ્ય (MLA) ટી રાજાને ફેસબુકે બૅન કર્યો છે. ટી રાજાના કથિત અને ભડકાઉ ભાષણને લીધે ફેસબુકે કાર્યવાહી કરતા અકાઉન્ટ ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

The Wall Street Journal માં 14 ઓગસ્ટે એક આર્ટિકલ છપાયો જેમાં કહેવાયુ હતું કે ફેસબુકે ભારતમાં પોતાના સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મમાં સત્તારૂઢ ભાજપનો પક્ષ લીધો હતો. આ આર્ટિકલ બાદ Facebookની સાઉથ-સેન્ટ્રલ પબ્લિક પોલીસી ડાયરેક્ટર અંખી દાસે દિલ્હી પોલીસની સાયબર સેલ યુનિટમાં ઘણા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અંખીને ઓનલાઈન પોસ્ટ અને કન્ટેન્ટ દ્વારા મારી નાખવાની ધમકી મળી રહી હતી.

અમેરિકાના એક ન્યૂઝપેપરે દાવો કર્યો છે કે ફેસબુકે ભાજપના ભડકાઉ ભાષણને ફેલાતા રોકવા માટે કઈ કર્યુ નહીં. આ રિપોર્ટમાં તેલંગણાના ભાજપ વિધાનસભ્ય ટી રાજા સિંહની પોસ્ટનો ઉલ્લેખ હતો. આ પોસ્ટમાં તેમણે અલ્પસંખ્યકોની વિરુદ્ધમાં હિંસાની વકાલત કરી હતા. એવો પણ દાવો છે કે 2019ની લોકસભા ચૂંટણી પહેલા અંખી દાસે ફેસબુકમાંથી ભાજપની અમૂક માહિતીને ડિલિટ કરી દીધી.

આ સામે ફેસબુકે સ્પષ્ટતા કરી કે, અમે હેટ સ્પીચ કે કન્ટેન્ટને બૅન કરીએ છીએ. સામે વ્યક્તિનું પોલીટીકલ સ્ટેટ્સ જોયા વિના અમે કન્ટેન્ટ ઉપર બૅન મૂકીએ છીએ. નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા માટે અમે નિયમોને કડક કરી રહ્યા છીએ. તેમ જ નિયમિત રીતે અમે અમારા કામકાજનું ઓડિટિંગ કરતા રહીએ છીએ.

આખરે ફેસબુકની પ્રવક્તાએ કહ્યું કે, રાજા સિંહે અમારી નીતિઓનું ઉલ્લંઘન કરતા અમે તેમને ફેસબુકમાં બૅન કર્યો છે. તે હિંસાને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે ઘણા નિયમો તોડ્યા હોવાથી અમારે આ નિર્ણય લેવો પડ્યો હતો.

આ બાબતે ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ કોઈ ટિપ્પણી આપી નહીં પરંતુ આડકરતી રીતે કહ્યું કે, નિયમો અને કાયદાને ધ્યાનમાં રાખીને અભદ્ર ભાષાની વ્યાખ્યા બનાવવી જોઈએ. ભારતના સંવિધાનમાં ભડકાઉ ભાષણ સંબંધિત નિયમો બનેલા છે. સોનિયા ગાંધીએ ફેસબુક લાઈવમાં વિભાજનકારી ભાષણ આપતા દિલ્હીમાં દંગા થયા હતા, તો તે પણ દોષી છે.

કૉંગ્રેસનો આરોપ છે કે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ભાજપ માટે સકારાત્મક પૂર્વાગ્રહ રાખે છે. કૉંગ્રેસે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને પક્ષપાતની બે વખત ફરિયાદ કરી હતી. આ માટે ફેસબુકની ટીમ શું પગલા લઈ રહી છે તેની માહિતી પણ મગાવી હતી. તૃણમૂલ કૉંગ્રેસે ફેસબુકને એક પત્ર મોકલ્યો જેમાં લખ્યું કે સાર્વજનિક ડોમેનમાં ભાજપ માટે ફેસબુક જે પૂર્વાગ્રહ રાખી રહ્યું છે તેના પુરતા પુરાવા અમારી પાસે છે.

national news facebook