Fabindiaની જાહેરાત પર થયો હંગામો, ટ્વિટર પર ટ્રેન્ડ થયું #boycottFabIndia

19 October, 2021 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોમવારે ફેબ ઇન્ડિયા દ્વારા આ ટ્વિટ હટાવી દેવામાં આવ્યું હતું અને સોશિયલ મીડિયા પર હંગામો થયા બાદ જાહેરાતને પણ પાછી ખેંચી લેવામાં આવી હતી

પ્રતિકાત્મક તસવીર

કપડાં, ઘરની સજાવટ અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ સાથે સંકળાયેલી કંપની ફેબ ઇન્ડિયાના તહેવારો સમયમાં એક એડ  અભિયાને હંગામો મચાવ્યો છે. ખરેખર, ફેબ ઇન્ડિયા દ્વારા તહેવારો પર `જશ્ન-એ- રિવાઝ ` અભિયાન શરૂ કયું હતું. આના પ હવે નેતાઓએ મોરચો ખોલ્યો છે.

એક ટ્વિટમાં ફેબ ઈન્ડિયાએ કહ્યું કે ‘જેમ આપણે પ્રેમ અને પ્રકાશના તહેવારનું સ્વાગત કરીએ છીએ તેમ ફેબ ઈન્ડિયા દ્વારા જશ્ન-એ-રિવાઝ એક સંગ્રહ છે જે ભારતીય સંસ્કૃતિને સુંદર રીતે સલામ કરે છે.’ જોકે, હંગામા બાદ ફેબ ઇન્ડિયાએ તેનું ટ્વીટ ડિલીટ કરી દીધું છે.

સોમવારે ફેબ ઇન્ડિયા દ્વારા આ ટ્વિટ હટાવી દેવામાં આવ્યું હતું અને સોશિયલ મીડિયા પર હંગામો થયા બાદ જાહેરાતને પણ પાછી ખેંચી લેવામાં આવી હતી જેમાં મૂળભૂત રીતે કપડાંની બ્રાન્ડ પર ‘દિવાળીના હિન્દુ તહેવારને નુકસાન પહોંચાડવાનો’ આરોપ લગાવવામાં આવ્યો હતો.

ટૂંક સમયમાં જ #boycottFabIndia હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું હતું અને ઘણા યુઝર્સે બ્રાન્ડનો તાત્કાલિક બહિષ્કાર કરવાનું કહ્યું હતું. ભાજપ યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યાએ પણ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો અને ટ્વિટ કર્યું, “દિવાળી જશ-એ-રિવાઝ નથી. પરંપરાગત હિન્દુ પોશાકો વગરના મોડેલો દર્શાવતા, હિન્દુ તહેવારોની અબ્રાહમીકરણનો આ ઇરાદાપૂર્વકના પ્રયાસનો વિરોધ કરવો જ જોઇએ.”

આ બાબતે ફેબ ઈન્ડિયાએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે “અમે હંમેશા ભારતની અસંખ્ય પરંપરાઓ સાથે તમામ રંગમાં ઉજવણી માટે ઊભા છીએ. હકીકતમાં ‘ફેબ ઈન્ડિયા-સેલિબ્રેટ ઇન્ડિયા’ અમારી ટેગલાઇન છે અને વર્ડમાર્ક પણ છે. જશ્ન-એ-રિવાઝ નામ હેઠળની અમારી વર્તમાન કેપ્સ્યુલ ભારતીય પરંપરાઓની ઉજવણી છે. આ કેપ્સ્યુલ અમારા ઉત્પાદનોનો દિવાળી સંગ્રહ નથી. અમારો દિવાળી સંગ્રહ “ઝિલમિલ સી દિવાળી” છે હજી લોન્ચ થવાનો બાકી છે.”

national news