આસામમાં પૂરથી વિકટ સ્થિતિ : ૧૬નાં મોત, ૨.૫૩ લાખ લોકો અસરગ્રસ્ત

28 June, 2020 06:04 PM IST  |  Mumbai Desk | Agencies

આસામમાં પૂરથી વિકટ સ્થિતિ : ૧૬નાં મોત, ૨.૫૩ લાખ લોકો અસરગ્રસ્ત

પ્રતીકાત્મક તસવીર

મોન્સૂન આસામ પહોંચ્યા બાદ ગત થોડા દિવસોથી મુશળધાર વરસાદ થઈ રહ્યો છે અને તેના લીધે રાજ્યમાં પૂરની સ્થિતિ આવી ગઈ છે. આસામના ૧૬ જિલ્લામાં ૭૦૪ ગામ પૂરની ચપેટમાં આવી ગયા છે. બ્રહ્મપુત્રા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.

આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલે પણ જિલ્લામાં સૂચના આપી દીધી છે કે પ્રભાવિત વિસ્તારોમાં રાહતકાર્ય તેજ કરવાના નિર્દેશ આપ્યા છે. આસામમાં વધુ એક મોત થયા બાદ મોતની સંખ્યા વધીને ૧૫ થઈ ગઈ છે. રાજ્યમાં ધેમાજી સર્વાધિક પ્રભાવિત જિલ્લો છે અને ત્યારબાદ તિનસુકિયા, માજુલી અને દીબ્રુગઢ પણ પ્રભાવિત છે. આસામ એએસડીએમએના દૈનિક રિપોર્ટ અનુસાર દીબ્રુગઢમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે.

national news assam