દેશનાં અનેક રાજ્યોમાં તીવ્ર ઠંડી, વરસાદ અને હિમવર્ષાની આગાહી

17 January, 2022 09:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હિમવર્ષા સાથે નૉર્થવેસ્ટ ભારતમાં ધુમ્મસભર્યા વાતાવરણની આગાહી કરી છે

પ્રતીકાત્મક તસવીર

ભારતીય હવામાન વિભાગે આગામી અઠવાડિયામાં દેશના અનેક વિસ્તારોમાં તીવ્ર ઠંડી રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે એના સત્તાવાર ટ્વિટર-અકાઉન્ટ પરથી દેશના કેટલાક હિસ્સામાં છૂટોછવાયો વરસાદ કે હિમવર્ષા સાથે નૉર્થવેસ્ટ ભારતમાં ધુમ્મસભર્યા વાતાવરણની આગાહી કરી છે. 
ગઈ કાલે બપોરે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિન મુજબ પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં આગામી બે દિવસ દરમ્યાન તથા ઈસ્ટર્ન ઉત્તર પ્રદેશમાં આગામી ત્રણ દિવસ દરમ્યાન સાધારણથી તીવ્ર ઠંડીની આગાહી કરી છે. 
હવામાન ખાતાએ આવતા અઠવાડિયા માટે કરેલી આગાહી મુજબ આવતી કાલથી ૨૧ જાન્યુઆરી દરમ્યાન દેશના વિવિધ ભાગોમાં જેમ કે આંધ્ર પ્રદેશ અને રાયલસીમાથી માંડીને તામિલનાડુ, કેરલા તેમ જ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંદામાન-નિકોબાર આઇલૅન્ડ્સ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલૅન્ડ, મિઝોરમ, ત્રિપુરા વગેરેમાં વરસાદની સ્થિતિ વિશે આગાહી કરી છે. પશ્ચિમ હિમાલયના પ્રદેશમાં એકદમ વ્યાપક વરસાદ પડવાની કે હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે. 

national news