નિકાસને કારણે દેશમાં વૅક્સિનની અછત સર્જાઈ

11 April, 2021 12:03 PM IST  |  New Delhi | Agency

કૉન્ગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથેની બેઠકમાં સોનિયા ગાંધીએ કરી મોદી સરકારની ટીકા

વર્ચ્યુઅલ મીટિંગમાં અશોક ગેહલોત સાથે સોનિયા ગાંઘી

કૉન્ગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ ગઈ કાલે કૉન્ગ્રેસ શાસિત પ્રદેશોમાં કોરોનાવાઇરસની બીજી લહેરનો સામનો કરવાના પ્રયાસો કેમ જ રસીકરણ ઝુંબેશની સમીક્ષા કરી હતી. કૉન્ગ્રેસ શાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનો અને પ્રધાનો સાથેની વર્ચ્યુઅલ મીટિંગને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે મોદી સરકારે કોવિડની પરિસ્થિતિમાં વ્યવસ્થિત કામગીરી બજાવી નથી. તેમણે વૅક્સિનની નિકાસ કરીને દેશમાં તેની અછત સર્જી છે. એમ એક મીટિંગમાં જણાવતાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે કોવિડ-૧૯ના વધતા જતાં પ્રસારને ધ્યાનમાં રાખીને જાહેર સમારંભો અને રેલીઓ રદ કરાવી જોઇએ. વર્ચ્યુઅલ મીટિંગમાં  કૉન્ગ્રેસના ભૂતપૂર્વ વડા રાહુલ ગાંધી, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, પંજાબના અમરિંદર સિંહ અને છત્તીસગઢના ભુપેશ બેઘલ ઉપસ્થિત હતાં.

national news