હિમાચલ પ્રદેશમાં પણ કાલે ઇલેક્શનનું રિઝલ્ટ : કૉન્ગ્રેસને વિજયનો વિશ્વાસ

19 December, 2012 05:53 AM IST  | 

હિમાચલ પ્રદેશમાં પણ કાલે ઇલેક્શનનું રિઝલ્ટ : કૉન્ગ્રેસને વિજયનો વિશ્વાસ

રાજ્યની કુલ ૬૮ બેઠકો માટે મતગણતરી યોજાશે. અગાઉ સોમવારે જાહેર કરાયેલા એક્ઝિટ પોલમાં જુદી-જુદી ટીવી ચૅનલોએ કૉન્ગ્રેસ સરકાર રચશે એવી આગાહી કરી હતી. ગઈ કાલે રાજ્યના કૉન્ગ્રેસના નેતા વીરભદ્ર સિંહે પાર્ટીની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જનમત સર્વે કરતી સંસ્થા સી-વોટના સર્વે મુજબ કૉન્ગ્રેસ ૩૦થી ૩૮ બેઠકો જીતશે જ્યારે અત્યારે સત્તાધીશ બીજેપી ૨૭થી ૩૫ બેઠકો પર જીતશે. જ્યારે ન્યુઝ ટુડે અને ચાણક્યના પોલના તારણ મુજબ કૉન્ગ્રેસ ૪૦થી વધુ બેઠકો જીતશે.