હવે કુતુબ મિનાર સંકુલમાં થઈ શકે છે ખોદકામ, સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આઇકોનોગ્રાફી કરાવવાની સૂચના

22 May, 2022 02:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સાંસ્કૃતિક સચિવે શનિવારે અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લઈને આ નિર્ણય લીધો છે

પ્રતીકાત્મક તસવીર

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સ્થિત કુતુબ મિનાર સંકુલમાં ખોદકામ શરૂ થઈ શકે છે. મીડિયા અહેવાલો અનુસાર કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે નિર્દેશ આપ્યો છે કે કુતુબમિનારમાં મૂર્તિઓની પ્રતિમાઓ બનાવવામાં આવે. કુતુબમિનાર સંકુલમાં રિપોર્ટના આધારે ખોદકામ શરૂ થશે. ASI ખોદકામ માટે સાંસ્કૃતિક મંત્રાલયને રિપોર્ટ કરશે.

સાંસ્કૃતિક સચિવે શનિવારે અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લઈને આ નિર્ણય લીધો છે. માહિતી મુજબ મિનારની દક્ષિણમાં આવેલી મસ્જિદથી 15 મીટરના અંતરે ખોદકામ શરૂ કરી શકાય છે.

આઇકોનોગ્રાફી શું છે?

આઇકોનોગ્રાફી એ કલા ઇતિહાસની એક શાખા છે જે છબીઓની સામગ્રીની ઓળખ, વર્ણન અને અર્થઘટનનો અભ્યાસ કરે છે.

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલાં સાકેત કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કુતુબમિનાર સંકુલમાં હાજર કુવુતુલ ઈસ્લામ મસ્જિદમાં હિન્દુ દેવી-દેવતાઓની પુનઃસ્થાપના અને પૂજાના અધિકારની માગ કરવામાં આવી હતી, જેના પર આજે 24 મેના રોજ સાકેત કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુહમ્મદ ઘોરીના સેનાપતિ કુતુબુદ્દીન એબકે આ સામગ્રીમાંથી 27 મંદિરોને આંશિક રીતે તોડી પાડ્યા હતા અને પરિસરમાં કુવ્વત-ઉલ-ઈસ્લામ મસ્જિદનું નિર્માણ કર્યું હતું.

national news