ભારત પરની ૧૦૦ ટકા અમેરિકન ટૅરિફથી ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન બૉરિસ જૉનસન ખુશ

13 August, 2026 09:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન બૉરિસ જૉનસને ભારત અને ચીન પર ૧૦૦ ટકા ટૅરિફ લાદવાના અમેરિકી બિલને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે આ પગલાથી રશિયાની યુદ્ધક્ષમતાને અસર થઈ શકે છે.

ભારત પરની ૧૦૦ ટકા અમેરિકન ટૅરિફથી ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન બૉરિસ જૉનસન ખુશ

બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન બૉરિસ જૉ‍નસને ભારત અને ચીન પર ૧૦૦ ટકા ટૅરિફ લાદવાના અમેરિકાના બિલને મજબૂત સમર્થન આપ્યું છે. કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા જૉ‍નસને કહ્યું હતું કે ‘ટ્રમ્પ પ્રશાસનનું આ ખૂબ જ સારું પગલું છે. અમેરિકાએ આગળ વધવું જોઈએ, કારણ કે એ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના યુક્રેન સામે યુદ્ધ ચાલુ રાખવામાં અવરોધ ઊભો કરશે. આ રશિયા પાસેથી તેલ અને ગૅસ ખરીદનારાઓ પર ૧૦૦ ટકા ટૅરિફ છે. ભારત અને ચીન જેવા પાંચ મોટા દેશો આ કરી રહ્યા છે. આ ટૅરિફથી તેમને ચોક્કસપણે નુકસાન થવું જોઈએ. ટૅરિફ ખરેખર નુકસાનકારક હોવી જોઈએ. અમેરિકા આ ​​કરી રહ્યું છે એ ખૂબ સારી વાત છે.’

૨૦૧૯થી ૨૦૨૨ સુધી બ્રિટનના વડા પ્રધાન રહેલા બૉરિસ જૉ‍નસને અનેક વખત ડોનલ્ડ ટ્રમ્પની ટૅરિફ-નીતિને ટેકો આપ્યો છે. ગયા વર્ષે તેમણે ભારત પર અમેરિકાના ટૅરિફના સમર્થનમાં નિવેદન પણ આપ્યું હતું.    

india china russia united states of america world news international news