10 કલાકમાં બીજી વાર અમિત શાહ અરુણ જેટલીને મળવા જઈ શકે છે AIIMS

17 August, 2019 09:58 AM IST  |  મુંબઈ ડેસ્ક

10 કલાકમાં બીજી વાર અમિત શાહ અરુણ જેટલીને મળવા જઈ શકે છે AIIMS

અમિત શાહ, અરુણ જેટલી

પૂર્વ નાણાંપ્રધાન અરુણ જેટલીની જ્યારથી તબિયત ખરાબ થઈ છે અને તે AIIMSમાં દાખલ છે, ત્યારથી તેમને મળવા પાર્ટીના અને વિપક્ષના કેટલાય નેતાઓ જઈ ચૂક્યા છે. અરુણ જેટલીની સારવાર છેલ્લા ઘણાં દિવસોથી નવી દિલ્હીની એમ્સમાં થઈ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ શુક્રવારે તેમને મળવા એમ્સ પહોંચ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લગભગ 10 કલાકમાં બીજીવાર પૂર્વ નાણાંપ્રધાન અરુણ જેટલી મળવા જઈ શકે છે. અમિત શાહ 10 વાગ્યે એમ્સમાં અરુણ જેટલીને મળવા જઈ શકે છે. આ પહેલા અમિત શાહ શુક્રવારે મોડી રાત્રે પૂર્વ નાણાંપ્રધાન અરુણ જેટલીને મળવા તેમજ તેમની તબિયત જાણવા એમ્સ પહોંચ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરુણ જેટલી ઘણાં સમયથી બીમાર છે અને 9 ઑગસ્ટના તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા. રાત્રે 12 વાગ્યા પછી અરુણ જેટલીને મળીને અમિત શાહ એમ્સમાંથી નીકળી ગયા હતા. આ સિવાય કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધન પણ ભાજપા નેતા અરુણ જેટલીને મળવા એમ્સ પહોંચ્યા હતા.

આ પહેલા શુક્રવારે સાંજે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ અરુણ જેટલીને મળવા ગયા હતા.

પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલીની તબિયત બગડતાં શુક્રવાર સાંજથી ફરી એકવાર દિગ્ગજ નેતાઓનું હોસ્પિટલ પહોંચવાનું શરૂ થયું છે. અમિત શાહ , હર્ષવર્ધન સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અરૂણ જેટલીને મળવા હોસ્પિટલ પહોચ્યા હતા. પૂર્વ નાણાંપ્રધાન અરૂણ જેટલીની છેલ્લા ઘણા દિવસથી નવી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. શુક્રવાર સવારે આશરે 11 વાગ્યાની આસપાસ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ અરૂણ જેટલીને મળવા પહોંચ્યા હતા.

આ પહેલા જ્યારે અરુણ જેટલીને 9 ઑગસ્ટે હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા સ્પીકર ઓમ બિડલા અને ભાજપાના અન્ય મુખ્ય નેતાઓ અરુણ જેટલીને મળવા એમ્સ પહોંચ્યા હતા.

આ પણ વાંચો : ભવ્ય વિજય બાદ આ અંદાજમાં દેખાયા નરેન્દ્ર મોદી

મે 2018માં અરુણ જેટલીની કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ હતી. ત્યાર પછી અરુણ જેટલીના પગમાં સૉફ્ટ ટિશૂ કેન્સર થયો, જેની સર્જરી માટે તેઓ આ વર્ષની શરૂઆતમાં અમેરિકા પણ ગયા હતા. તબિયત બગડવાને કારણે તેમણે 2019માં ચૂંટણી લડી નહીં અમે મંત્રીમંડળમાં સામેલ થવા માટે પણ ના પાડી હતી.

amit shah arun jaitley indian politics narendra modi harshvardhan rane yogi adityanath