હિમાચલ પ્રદેશમાં કાતિલ ઠંડીને કારણે એટીએમ પણ થીજી ગયાં

18 December, 2012 06:12 AM IST  | 

હિમાચલ પ્રદેશમાં કાતિલ ઠંડીને કારણે એટીએમ પણ થીજી ગયાં



ગઈ કાલે રાજ્યના પર્વતીય વિસ્તારોમાં માઇનસ ૧૦થી માઇનસ ૧૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. લાહૌલ અને સ્પિતીમાં માઇનસ ૮.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે સિમલામાં ૪.૨ ડિગ્રી અને મનાલીમાં માઇનસ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે દિલ્હી, પંજાબ સહિતનાં ઉત્તર ભારતનાં રાજ્યોમાં હળવો વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે લઘુતમ તાપમાનમાં થોડો વધારો થયો હતો. જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાએ થોડો સમય વિરામ લેતાં તાપમાન વધ્યું હતું. ગુલમર્ગ માઇનસ ૭.૬ ડિગ્રી તાપમાન સાથે ખીણ વિસ્તારનું સૌથી ઠંડું સ્થળ હતું. 

એટીએમ = ઑટોમેટેડ ટેલર મશીન