યૂરોપિયન યૂનિયનનું દળ કશ્મીરની મુલાકાતે, ઘાટીની સ્થિતિની કરશે સમીક્ષા

29 October, 2019 10:42 AM IST  |  શ્રીનગર

યૂરોપિયન યૂનિયનનું દળ કશ્મીરની મુલાકાતે, ઘાટીની સ્થિતિની કરશે સમીક્ષા

EUના સભ્યો PM મોદી સાથે

યૂરોપિયન યૂનિયનના સાંસદોનું એક દળ મંગળવારે જમ્મૂ કશ્મીર અને લદ્દાખના પ્રવાસે જઈ રહ્યું છે. આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ તેઓ બે અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ કશ્મીર અને લદ્દાખની સ્થિતિની સમીક્ષા કરશે. રાજ્યમાં સ્થિતિ ઝડપથી સુધરી રહી છે. પરંતુ પાકિસ્તાન નથી સુધરી રહ્યું. પાકિસ્તાન કશ્મીરને લઈને રોજ નવા નવા જુઠ્ઠાણાઓ ફેલાવી રહ્યું છે. યૂરોપિયન યૂનિયનના સાંસદોનું દળ પાકિસ્તાનની જૂઠી અફવાઓનો ભાંડો ફોડશે.

PM મોદી અને અજિત ડોભાલ સાથે થઈ મુલાકાત
ભારતના પ્રવાસે આવેલા યૂરોપિયન યૂનિયનના 28 સાંસદોને સરકારે કશ્મીર જવાની મંજૂરી આપી છે. પરંતુ જણાવી દઈએ કે તે EUનું કોઈ આધિકારીક દળ નથી. આ સાંસદોના દળે સોમવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી. વડાપ્રધાન મોદીએ તેમને આર્ટિકલ 370ને લઈને લેવામાં આવેલા નિર્ણય વિશે વિસ્તારથી જણાવ્યું. તેમણે એ પણ જણાવ્યું કે કઈ સ્થિતિમાં આ નિર્ણય લેવામાં આવ્યો અને કઈ રીતે સીમા પાર ચાલી રહેલી આતંકવાદી ગતિવિધિઓનો સામનો કરવા માટે તે જરૂરી હતું.

વિદેશી દળ પહેલી વાર કશ્મીરમાં
જમ્મૂ કશ્મીર અને લદ્દાખના પ્રવાસે જનારા યૂરોપિયન યૂનિયનના સાંસદોમાં છ-છ પોલેંન્ડ અને ફ્રાંસથી, બ્રિટેનના પાંચ, ઈટલીના ચાર, જર્મનીની બે અને ચેક ગણરાજ્ય, બેલ્જિયલ, સ્પેન અને સ્લોવાકિયાના એક-એક સાંસદ છે. આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ પહેલી વાર કોઈ વિદેશ દળને ત્યાં જવાની અનુમતિ મલી છે.
વેલ્સથી યૂરોપિયન સંસદના સભ્ય નાથન ગિલે એરપોર્ટ જતા ANI સાથે વાત કરતા કહ્યું કે આ અમારા માટે સારો અવસર છે કે અમે વિદેશી દળના રૂપમાં કશ્મીર જઈએ અને ત્યાં જે થઈ રહ્યું છે તેને અમારી આંખોથી જોઈએ.

કોંગ્રેસ બોલી ભારતીય સંસદનું અપમાન
યૂરોપિયન યૂનિયનના સાંસદોના દળના જમ્મૂ કશ્મીર અને લદ્દાખ પ્રવાસ પર કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસે તેને ભારતીય સંસદનો અનાદર બતાવ્યો છે. માત્ર કોંગ્રેસ જ નહીં માકપાના મહાસચિવ સીતારામ યેચુરીએ પણ યૂરોપિયન યૂનિયનના સાંસદોનું દળ જમ્મૂ કશ્મીર અને લદ્દાખની મુલાકાત લઈ રહ્યું છે તેના પર વાંધો ઉઠાવ્યો છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં ટીવી એન્કરોને મોઢે તાળા, લાગૂ પાડવામાં આવ્યા નવા નિયમો

ભાજપના નેતાએ કર્યા સવાલ
વિરોધીઓ તો ઠીક ભાજપના નેતાઓ પણ આ મુલાકાત પર સવાલ ઉઠાવી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ મામલે ટ્વીટ કરીને સરકારની આલોચના કરી છે.

european union narendra modi jammu and kashmir pakistan