બિહારમાં સ્પાઈસજેટ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, એન્જિનમાં લાગી હતી આગ

19 June, 2022 01:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિલ્હી જઈ રહેલી આ ફ્લાઈટને પટના એરપોર્ટ પર લેન્ડ કરવાની ફરજ પડી હતી. વિમાનમાં 185 લોકો સવાર હતાં.  અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે વિમાનમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે.

પ્રતીકાત્મક તસવીર

બિહાર (Bihar)ના પટના (Patna)થી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. પટનામાં એરપોર્ચ પર સ્પાઈસ જેટના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ(Flight Emergency Landing) કરવામાં આવ્યું હતું.  કારણ, વિમાનમાં આગ લાગવાનું સામે આવ્યું છે.  દિલ્હી જઈ રહેલી આ ફ્લાઈટને પટના એરપોર્ટ પર લેન્ડ કરવાની ફરજ પડી હતી. વિમાનમાં 185 લોકો સવાર હતાં.  અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે વિમાનમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. 

રિપોર્ટ અનુસાર, આ પ્લેને પટનાના જયપ્રકાશ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 12.10 વાગ્યે ઉડાન ભરી હતી.ટેક-ઓફની થોડીવાર બાદ આ વિમાનના પંખામાં આગ લાગી હતી. નવાઈની વાત એ છે કે લોકોએ આ પ્લેનના પંખામાં આગ નીચેથી જોઈ.લોકોએ પ્લેનના પંખામાંથી જ્વાળાઓ નીકળતી જોઈ. લોકોએ આ ઘટનાની જાણ તરત જ પટના પોલીસને કરી.આ પછી ઘટનાની જાણ એરપોર્ટને કરવામાં આવી હતી. ત્યારબાદ આ વિમાનને પરત લાવવામાં આવ્યું હતું.

એવું કહેવામાં આવ્યું છે કે અગાઉ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આ વિમાનને બિહટા એરફોર્સ,પરંતુ ત્યારબાદ આ પ્લેનને પટનાના જયપ્રકાશ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.

national news bihar patna