પાંચ રાજ્યમાં ચૂ્ંટણી જાહેર: પોલિંગ સ્ટાફનું વૅક્સિનેશન થશે

27 February, 2021 11:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પાંચ રાજ્યમાં ચૂ્ંટણી જાહેર: પોલિંગ સ્ટાફનું વૅક્સિનેશન થશે

પ્રતીકાત્મક તસવીર

પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. આ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, કેરલા, તામિલનાડુ, આસામ અને પૉન્ડિચેરીનો સમાવેશ છે. મુખ્ય ચૂંટણી વડા સુનીલ અરોરાએ શુક્રવારે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ પ્રમાણે મતદાનની શરૂઆત પશ્ચિમ બંગાળ અને આસામથી થશે. આ બન્ને રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન ૨૭ માર્ચે થશે. પાંચ રાજ્યોમાં મતગણતરી બીજી મેએ થશે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે ૮ તબક્કામાં ચૂંટણી યોજાશે. આસામમાં ૩ તબક્કામાં અને અન્ય ત્રણ રાજ્યોમાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે આસામમાં ૩ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી થશે. પહેલા તબક્કામાં ૪૭ સીટો પર ૨૭ માર્ચથી વોટિંગ થશે. બીજા તબક્કાની ૪૯ સીટો પર ૧ એપ્રિલે વોટિંગ થશે. ત્રીજા તબક્કાની ૪૦ સીટો પર ૬ એપ્રિલે વોટિંગ થશે અને તમામ જગ્યો બીજી મેએ પરિણામ જાહેર થશે. તો કેરલામાં ૧૪ જિલ્લાની ૧૪૦ વિધાનસભાની સીટો પર એક જ તબક્કામાં ૬ એપ્રિલે ચૂંટણી થશે.

પૉન્ડિચેરીમાં ૬ એપ્રિલે વોટિંગ થશે અને બીજી મેએ પરિણામ આવશે. તામિલનાડુ અને કેરલામાં ફક્ત એક જ તબક્કામાં મતદાન થશે. અહીં મતદાન ૬ એપ્રિલે થશે. આ જ રીતે કેરલામાં પણ ૬ એપ્રિલે મતદાન થશે. પૉન્ડિચેરીમાં એક તબક્કામાં જ મતદાન થશે અને બીજી મેએ પરિણામ આવશે, તો પશ્ચિમ બંગાળમાં ૮ તબક્કામાં મતદાન થશે. બંગાળમાં ૨૭ માર્ચે પહેલા તબક્કાનું મતદાન થશે. બીજા તબક્કામાં ૧ એપ્રિલે મતદાન થશે.

રાજ્ય – 5

કુલ વિધાનસભાની બેઠકો – 824

કુલ મતદાતા - 18.68 કરોડ

national news west bengal puducherry kerala tamil nadu assam