૧૦૨ વર્ષનાં ગુજરાતી બાનો મુંબઈગરાઓને મેસેજ : સિસ્ટમમાં ચેન્જ માટે મતદાન જરૂરી

15 October, 2014 04:53 AM IST  | 

૧૦૨ વર્ષનાં ગુજરાતી બાનો મુંબઈગરાઓને મેસેજ : સિસ્ટમમાં ચેન્જ માટે મતદાન જરૂરી




આટલી પાકટ વયે પણ તારાલક્ષ્મી મહેતાનો દવિસ ન્યુઝપેપર વાંચવાથી શરૂ થાય છે અને ટીવી પર પણ નિયમિત સમાચારો જુએ છે. તેઓ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનાં ફૅન છે.

આ માજીએ મુંબઈગરાઓને મેસેજ આપતાં કહ્યું હતું કે ‘જો તમારે સિસ્ટમમાં ચેન્જ લાવવો હોય તો દરેક વ્યક્તિએ વોટ આપવો જોઈએ. તમે મતદાનની ફરજ ન બજાવો તો સિસ્ટમને દોષ પણ ન આપી શકો. ભારતના તમામ નાગરિકોએ વોટ તો આપવો જ જોઈએ. હું છેલ્લાં ૪૦ વર્ષથી વોટ કરું છું.’

આ માજીનાં ૪૦ વર્ષનાં પૌત્રવધૂ મલ્લિકાએ કહ્યું હતું કે ‘મારાં દાદીસાસુ ૧૦૦થી વધુ વર્ષનાં હોવા છતાં ખૂબ જ સ્વસ્થ છે અને વોટિંગની વાત આવે ત્યારે ખૂબ જ ઉત્સાહમાં આવી જાય છે. લોકસભાની ચૂંટણી વખતે પણ તેમણે વોટિંગ કર્યું હતું.’