પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટેની તારીખો જાહેર

25 December, 2011 05:16 AM IST  | 

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટેની તારીખો જાહેર



ઇલેક્શન કમિશને ગઈ કાલે ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ એમ પાંચ રાજ્યોની આગામી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આ રાજ્યોમાં ૨૮ જાન્યુઆરીથી ૩ માર્ચ વચ્ચેના સમયગાળા દરમ્યાન ઇલેક્શન યોજવામાં આવશે.

ઉત્તર પ્રદેશમાં આ વિધાનસભાની ચૂંટણી ૪, ૮, ૧૧, ૧૫, ૧૯, ૨૩ અને ૨૮ ફેબ્રુઆરીએ એમ ૭ તબક્કામાં યોજવામાં આવશે. પંજાબ અને ઉત્તરાખંડમાં ૩૦ જાન્યુઆરીએ, જ્યારે ગોવામાં ૩ માર્ચે અને મણિપુરમાં ૨૮ જાન્યુઆરીએ વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.

ચીફ ઇલેક્શન કમિશનર એસ. વાય. કુરેશીએ કહ્યું છે કે ‘આ તમામ રાજ્યોની ચૂંટણીના મતોની ગણતરી ૪ માર્ચે કરવામાં આવશે. આ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી વખતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાળવણી કરવા માટે રાજ્યની પોલીસ સિવાય કુલ ૮૦,૦૦૦ જેટલા પૅરામિલિટરી ર્ફોસના સ્ટાફને કામે લગાડવામાં આવશે.’