મમતા બૅનરજીને અઠવાડિયામાં ચૂંટણી પંચની બીજી નોટિસ

10 April, 2021 03:08 PM IST  |  Kolkata | Agency

ગુરુવારની નવી નોટિસમાં પંચે મમતાને ૧૦ એપ્રિલ (આજે) સવારે ૧૧ સુધીમાં જવાબ આપી દેવા કહ્યું છે અને એમાં નિષ્ફળ જતાં પંચ પોતાની રીતે પગલું ભરશે એવું જણાવ્યું છે.

GMD Logo

કેન્દ્રીય સલામતી દળોને ઉશ્કેરવાનો, એમના વિશે ખોટી વાતો ફેલાવવાનો અને એમને બદનામ કરવાનો પ્રયાસ કરવા બદલ ચૂંટણી પંચે બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉન્ગ્રેસ (ટીએમસી)નાં સર્વેસર્વા મમતા બૅનરજીને શો-કૉઝ નોટિસ મોકલી છે. પંચે તેમની પાસે લેખિતમાં જવાબ માગ્યો છે. મમતાને ચૂંટણી પંચની અઠવાડિયામાં આ બીજી નોટિસ છે. બુધવારે મોકલાવાયેલી પ્રથમ નોટિસમાં પંચે તેમને પૂછ્યું હતું કે ‘તમે બંગાળ વિધાનસભાની વર્તમાન ચૂંટણી દરમિયાન પોતાના પક્ષ માટે કોમને આધારે કેમ મત માગ્યા એનો જવાબ આપો અને આ બદલ તમારી સામે કેમ પગલાં ન ભરવામાં આવે એ કહો.’ ગુરુવારની નવી નોટિસમાં પંચે મમતાને ૧૦ એપ્રિલ (આજે) સવારે ૧૧ સુધીમાં જવાબ આપી દેવા કહ્યું છે અને એમાં નિષ્ફળ જતાં પંચ પોતાની રીતે પગલું ભરશે એવું જણાવ્યું છે.

બંગાળમાં આજે ચોથા તબક્કામાં 44 બેઠકો માટે મતદાન થશે. ખાસ કરીને બીજેપીના બાબુલ સુપ્રિયો અને ટીએમસીના બે ઉમેદવારો પાર્થ ચૅટરજી, અરૂપ બિસ્વાસ પર બધાની નજર છે.

national news