હવે એનઆરઆઇને પણ મળશે વોટનો અધિકાર

03 December, 2020 01:19 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હવે એનઆરઆઇને પણ મળશે વોટનો અધિકાર

પ્રતીકાત્મક તસવીર

ચૂંટણીપંચે બિનનિવાસી ભારતીયો પોસ્ટલ બેલટના માધ્યમ દ્વારા ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે. આ એક એવું પગલું છે જેને કંડક્ટ ઑફ ઇલેક્શન રુલ્સ ૧૯૬૧ના સંશોધનના માધ્યમથી લાગુ કરી શકાય છે. તેના માટે સંસદની મંજૂરીની પણ જરૂર નહીં પડે.

અહેવાલ મુજબ ચૂંટણીપંચે છેલ્લા એક અઠવાડિયામાં કાયદા મંત્રાલયને જણાવ્યું હતું કે આગામી વર્ષે યોજાનારી આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી દ્વારા એનઆરઆઇ મતદાતાઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પ્રેષિત પોસ્ટલ બેટલ સિસ્ટમનો વિસ્તાર કરવા માટે ટેક્નિકલ રીતે વહીવટી અને ટેક્નિકલ સ્વરૂપમાં પંચ તૈયાર છે. હાલમાં વિદેશમાં રહેતા ભારતીય મતદારો ફક્ત સંલગ્ન મતવિસ્તારોમાં જ પોતાનો મત નાખી શકે છે.

national news election commission of india