વોટ નાખવા પહોચી મહિલા, જવાબ મળ્યો 'તમે તો મરી ચૂક્યા છો.'

11 April, 2019 03:30 PM IST  | 

વોટ નાખવા પહોચી મહિલા, જવાબ મળ્યો 'તમે તો મરી ચૂક્યા છો.'

વોટ નાખવા પહોચી મહિલા, જવાબ મળ્યો 'તમે તો મરી ચૂક્યા છો.'

ચુંટણી સમયે વોટીંગ નાખવા જતા દરમ્યાન લીસ્ટમાંથી નામ ગાયબ થવાની વાત તો સમાન્ય છે. પરંતુ એવું ભાગ્યે જ બને કે વોટ કરવા આવનાર મતદાર મરી ગયુ. હા, આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશમાં બની છે. લોકસભા ચૂંટણી 2019ની આજથી શરુઆત થઈ ચૂકી છે અને તેના પ્રથમ ચરણની શરુઆત થઈ ચૂકી છે. ત્યારે લોકો મતદાન કરવા પહોચી રહ્યાં છે. ચૂંટણી શરુ થતાની સાથે સાથે ઘણી જગ્યાએ મતદાતાઓના નામ ગાયબ થવાની માહિતી મળી છે ત્યારે વોટિંગ મશીન બગડવાના કિસ્સા સામે આવ્યા છે. આ વચ્ચે વોટ આપવા પહોચેલી મહિલાને જાણકારી મળી હતી કે તે પહેલાથી જ મૃત પામી ચૂકી છે.

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની લોકસભા સીટના બૂથ નં 267 પર વોટ આપવા પહોચેલી એક મહિલાને ચૂંટણી અધિકારીએ તેને મૃત જાહેર કરી હતી. રિહાના નામની આ મહિલા વોટ આપવા પહોચેલી મહિલાનું નામ યાદીમા ન હતું. આ વિશે તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ મહિલાની મૃત્યુ થઈ ચૂકી છે જો કે રિહાના ચૂંટણી અધિકારીઓની સામે ઉભી હતી. આ સાંભળીને રિહાનાની સાથે સાથે ચૂંટણી અધિકારીઓ પણ આશ્ચર્ય પામ્યા હતા. જો કે આ વચ્ચે આ મહિલા તેને વોટાધિકારને વાપરી શકી હતી નહી અને વોટ આપી શકી હતી નહી

 

આ પણ વાંચો: ચૂંટણી 2019: આ રીતે કરો વોટ, ધ્યાનમાં રાખો આ મહત્વની બાબતો

 

ગાઝિયાબાદમાં જ નહી ગૌતમબુદ્ઘનગર સંસદીય ક્ષેત્રમાં પણ આ પ્રકારની સમસ્યાઓ જોવા મળી રહી છે. આજ થી લોકસભા ચૂંટણીના પ્રથમ ચરણની શરુઆત થઈ ચૂકી છે. આ લોકસભાનું રિઝલ્ટ 32 મેના જાહેર થવાનું છે.

Election 2019