કોંગ્રેસ પહોંચી નિર્ણય પર,પણ AAPએ મુકી ગઠબંધન માટે શરત

07 April, 2019 04:11 PM IST  | 

કોંગ્રેસ પહોંચી નિર્ણય પર,પણ AAPએ મુકી ગઠબંધન માટે શરત

AAPએ મુકી ગઠબંધન માટે શરત

ઘણી ધારણાઓ વચ્ચે કોંગ્રેસ AAP સાથે દિલ્હીમાં ગઠબંધન માટે તૈયાર થઈ છે ત્યારે દિલ્હીના મુખ્ય પ્રધાને એવી શરત મૂકી છે જેના કારણે કોંગ્રેસ ફરી એકવાર ગઠબંધન માટે વિચારી રહી છે. અરવિંદ કેજરીવાલે દિલ્હી કોંગ્રેસ સામે એવી શરત મૂકી છે કે તેઓ ત્યારે જ ગઠબંધન કરશે જયારે કોંગ્રેસ દિલ્હી સાથે સાથે હરિયાણા અને ચંડીગઢમાં પણ ગઠબંધન કરે. કોંગ્રેસ શનિવારે દિલ્હીમાં ગઠબંધનને લઈને નિર્ણય લીધો હતો ત્યારે અરવિંદ કેજરીવાલે હરિયાણા અને ચંડીગઢમાં પણ ગઠબંધનની શરત મૂકી છે.

સૂત્રો અનુસાર કેજરીવાલ સરકારે બે શરતો મૂકી છે જેમાં દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવવાની માગને સમર્થન આપવાની વાત પણ કરી છે. છેલ્લા 2 દિવસોથી ગઠબંધનને લઈને માહોલ ગરમાયો છે. દિલ્હીમાં ગોપાલ રાય, સંજય સિંહ, મનીષ સિસોદિયાએ બેઠક કરી હતી. આપના એક નેતાએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં ગઠબંધન ત્યારે જ શક્ય છે જ્યારે કોંગ્રેસ હરિયાણામાં 10, દિલ્હીમાં 7 અને ચંડીગઢ લોકસભા સીટો પર મળીને લડે.

 

આ પણ વાંચો: ભાજપને મત ન આપવાની અપીલ કરનારાઓ પર વરસ્યા અનુપમ ખેર

 

કોંગ્રેસના ઘણા પ્રયાસો બાદ દિલ્હીમાં ગઠબંધન માટેના રસ્તાઓ ખુલ્યા છે. જેના માટે રાહુલ ગાંધીએ AAP સામે છેલ્લા સમીકરણો જાહેર કર્યા હતા. દિલ્હીમાં સીટોને વહેંચણીને લઈને પણ બેઠકો શરૂ થઈ ગઈ હતી. પરંતુ ગઠબંધનની ઘોષણા પહેલા જ કેજરીવાલ સરકાર દ્વારા 2 શરતો મુકવામાં આવી છે જેના કારણે કોંગ્રેસ ફરી એકવાર મનોમંથન કરી રહી છે.

arvind kejriwal new delhi Election 2019