ચૂંટણી 2019: પ્રથમ તબક્કામાં નવ કરોડે વોટિંગ કર્યું

12 April, 2019 07:57 AM IST  |  દિલ્હી

ચૂંટણી 2019: પ્રથમ તબક્કામાં નવ કરોડે વોટિંગ કર્યું

દેશમાં લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૮ રાજ્ય અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૧ બેઠકો પરના મતદાનમાં ઠીક-ઠીક શાંતિ રહી હતી. આખા દેશમાં નવ કરોડ મતદારોએ મતદાન કર્યું હતું. પહેલાં તબક્કામાં ૧૪ કરોડ મતદારો હતા.

ગઈકાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં બિહારમાં ૫૦.૨૬ ટકા, ઉત્તર પ્રદેશમાં ૫૯.૭૭ ટકા, આસામમાં ૬૮ ટકા, તેલંગણામાં ૬૦.૫૭ ટકા, મેઘાલયમાં ૬૨ ટકા, મણિપુરમાં ૭૮.૨૦ ટકા, લક્ષ્યદ્વિપમાં ૬૫.૯ ટકા મતદાન થયું હતું.

ગઈકાલે પ્રથમ તબક્કામાં ઉત્તર પ્રદેશની આઠ, બિહારની ચાર, આસામની પાંચ, મહારાષ્ટ્રની સાત, ઓડિશાની ચાર અને પિમ બંગાળની બે બેઠકો માટે મતદાન હાથ ધરવામાં આવ્યું હતું.

ગઈકાલે મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, તેલંગણ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પિમ બંગાળ, આંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપમાં મતદાન યોજાયું હતું.

બંગાળમાં કૂચબિહારના દિનહાટામાં લોકોએ પહેલી વાર ભારતીય મતદારો તરીકે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. બાંગ્લાદેશ સાથ એંકલેવ સમજૂતી અંતર્ગત ૯,૭૭૬ લોકોને ૨૦૧૫ની મતદાર યાદીમાં ભારતીયો તરીકે સામેલ કરાયા હતા.

આંધ્ર પ્રદેશમાં આજે લોકસભાની ૨૫ અને વિધાનસભાની ૧૭૫ બેઠકો પર મતદાન યોજાયું હતું. સત્તારૂઢ તેલુગુ દેશમ પાર્ટીના કાર્યકર્તાઓ ની વિપક્ષી કાર્યકર્તાઓ સાથે અનેક ઠેકાણે અથડામણોની ઘટનાઓ બની હતી. અનંતપુરમ જિલ્લાના તડીપાત્રા વિધાનસભા મતવિસ્તારમાં એક ગામમાં વિપક્ષી કાર્યકર્તાના મોતના સમાચાર મળ્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતમાં બે બેઠકો પરથી ગબ્બર લડી રહ્યા છે લોકસભાની ચૂંટણી

જે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયાં છે, એમાં કેન્દ્રના પ્રધાનો વી. કે. સિંહ અને નીતિન ગડકરી, કોંગ્રેસનાં રેણુકા ચૌધરી તેમજ એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઔવેસી જેવા ધૂરંધર નેતાઓના નામો સામેલ છે.

Election 2019 national news