ધુમ્મસનો કહેરઃ હરિયાણા ઝજ્જરમાં ત્રીસ વાહનો અથડાયા, આઠનાં મોત

24 December, 2018 03:15 PM IST  | 

ધુમ્મસનો કહેરઃ હરિયાણા ઝજ્જરમાં ત્રીસ વાહનો અથડાયા, આઠનાં મોત

હરિયાણામાં માર્ગ અકસ્માતમાં આઠનાં મોત

ઠંડી વધી રહી છે તેમ ધુમ્મસનો કહેર પણ વધી રહ્યો છે અને અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. સોમવારે સવારે ગાઢ ધુમ્મસના કારણે બાદલી બાયપાસ પાસે 30 વાહનો એકબીજા સાથે અથડાયા. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે વચ્ચે ચાલી રહેલી ક્રૂઝર ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો. અકસ્માચતમાં ક્રૂઝરમાં સવાર આઠ લોકોના મોત થઈ ગયા, જ્યારે દસ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. ઘાયલોને નજીકની સિવિલ હૉસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

 

અકસ્માતમાં ક્રૂઝરનો નીકળી ગયો કચ્ચરઘાણ

 

જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકો કિલરોધથી નજફગઢ જઈ રહ્યા હતા. તમામ મૃતકો ઝજ્જરના કિલરોધના રહેવાસી હતા અને ક્રૂઝર ભાડા પર લઈને દિલ્લીમાં એક ક્રિયા કર્મમાં સામિલ થવા જઈ રહ્યા હતા. અકસ્માત બાદ હાઈવે પર 2 કિલોમીટર લાંબો જામ  લાગી ગયો. મૃતદેહોને સિવિલ હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. જ્યારે, ઘાયલોની સિવિલ હૉસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. જેમાંથી બેની હાલત ગંભીર છે જે જોતા તેમને PGI રીફર કરવામાં આવ્યા છે.

મૃતકોના નામ

સતપાલ ઉંમર 48 વર્ષ
સંતોષ ઉંમર 45 વર્ષ
કાંતા ઉંમર દેવી 34 વર્ષ
પ્રેમલતા ઉંમર 50 વર્ષ
લિછમી ઉંમર 63 વર્ષ
રામકલી ઉંમર 35 વર્ષ
શીલા દેવી ઉંમર 61 વર્ષ
ખાજની

મંત્રીએ કરી મદદની જાહેરાત

મંત્રીએ કરી મદદની જાહેરાત

 

અકસ્માતની જાણ થતા હરિયાણા સરકારના મંત્રી ઓ પી ધનખડ હૉસ્પિટલ પહોંચ્યા. જ્યાં તેમણે મૃતકો અને ઘાયલોના પરિવારજનોનો શાંત્વના આપી. ધનખડે મૃતકોના આશ્રિતોને 2 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને એક લાખ રૂપિયા અને અન્ય ઘાયલો માટે 50 હજાર રૂપિયાની મદદની જાહેરાત કરી.




national news