ભણેલાગણેલા ટેરર ફેલાવે છે

20 February, 2021 11:47 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભણેલાગણેલા ટેરર ફેલાવે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની વિશ્વભારતી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કોઈનું પણ નામ લીધા વગર ટૂલકિટ ષડ્યંત્ર રચનારાઓ પર બરાબરનું નિશાન તાક્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિઃશંક અને રાજ્યપાલ જગદીપ ધનખડ હાજર રહ્યા હતા. 

પશ્ચિમ બંગાળની વિશ્વભારતી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે જે ધરોહર મા ભારતીને સોંપી છે એનો ભાગ બનવું મારા માટે પ્રેરક છે.

તેમણે કહ્યું હતું કે બંગાળના ઇતિહાસમાં ભારતના સમૃદ્ધ જ્ઞાન-વિજ્ઞાનને આગળ વધારવામાં દેશને નેતૃત્વ પૂરું પાડ્યું છે. બંગાળ એક ભારત-શ્રેષ્ઠ ભારતનું જન્મસ્થળ રહ્યું છે અને કર્મસ્થળ પણ. કોઈનું નામ લીધા વગર જ ટૂલકિટ મામલે પીએમ મોદીએ બરાબરનું સંભળાવતાં કહ્યું હતું કે કેટલાક ભણેલા-ગણેલા લોકો દુનિયામાં હિંસા ફેલાવી રહ્યા છે.

national news narendra modi