આર્થિક અનામત બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારાયું

10 January, 2019 03:55 PM IST  | 

આર્થિક અનામત બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારાયું

10% અનામતના બંધારણીય બિલને સુપ્રીમ કોર્ટમાં પડકાર

સામાન્ય વર્ગના ગરીબોને લઈને શિક્ષા અને નોકરીઓ માટે 10% અનામતના બંધારણીય બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું છે.આ અરજી યુથ ફોર ઈક્વૉલિટીએ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ બંધારણનું ઉલ્લંઘન છે અને આ નિર્ણય કોર્ટના નિર્ણયની વિરૂદ્ધ છે, તેમજ આર્થિક આધાર પર અનામત શક્ય નથી. આ પહેલા મંગળવારે સામાન્ય વર્ગના આર્થિક રૂપથી કમજોર લોકોને સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં 10% અનામત બિલ લોકસભામાં પસાર થયું હતું. લોકસભા પછી રાજ્યસભામાં પણ બુધવારે સામાન્ય વર્ગના ગરીબોને અનામત સંબંધી 124મું બંધારણીય સુધારા બિલ પાસ કરાયું હતું. યુથ ફોર ઈક્વૉલિટીએ અરજી કરીને આ બિલને રદ્દ કરવાની માગણી કરી છે. ઈન્દિરા સાહનીના નિર્ણયનો હવાલો આપતા કહ્યું છે કે માત્ર આર્થિક આધારે અનામત આપવામાં આવી શકે નહી.

આ પણ વાંચો: પૂર્વ CM શીલા દીક્ષિતને મળી દિલ્હી કૉંગ્રેસની કમાન

રાજ્ય સભામાં બિલ 165 મતોથી પસાર કરાયું હતું. જ્યારે માત્ર 7 મત તેના વિરૂદ્ધમાં પડ્યા હતા. આ બિલને અનુચ્છેદ 15 અને 16 અંતર્ગત પાસ કરવામાં આવ્યું છે. હવે માત્ર રાષ્ટ્રપતિની મંજૂરી પછી 10% અનામત કાયદો બનાવવામાં આવશે.