પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, પૉન્ડિચેરી અને કેરલામાં ચૂંટણીપંચ આવતા અઠવાડિયાથી શરૂ કરશે SIR

26 October, 2025 12:48 PM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

આ વાતની જાહેરાત થતાં જ ચૂંટણીપંચને પશ્ચિમ બંગાળમાં પડનારી મુશ્કેલીઓના પડઘા વાગવા શરૂ થઈ ગયા છે

ચૂંટણીપંચ

પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, પૉન્ડિચેરી અને કેરલામાં ચૂંટણીપંચ આવતા અઠવાડિયાથી શરૂ કરશે SIR

પશ્ચિમ બંગાળમાં બૂથ-લેવલ ઑફિસરો મતદારયાદીની રિવિઝન પ્રક્રિયામાં ભાગ લેવા તૈયાર ન હોવાથી ચૂંટણીપંચનું કામ કઠિન

જે રાજ્યોમાં ૨૦૨૬માં વિધાનસભાની ચૂંટણીઓ છે એ રાજ્યોમાં નવેમ્બર મહિનાના પહેલા જ અઠવાડિયાથી મતદારયાદીની ધ સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની શરૂઆત થવા જઈ રહી છે. પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, પૉન્ડિચેરી અને કેરલામાં પહેલાં મતદારયાદીની ચકાસણીની શરૂઆત થશે. જોકે આ વાતની જાહેરાત થતાં જ ચૂંટણીપંચને પશ્ચિમ બંગાળમાં પડનારી મુશ્કેલીઓના પડઘા વાગવા શરૂ થઈ ગયા છે. શનિવારે પશ્ચિમ બંગાળના ચીફ ઇલેક્ટોરલ ઑફિસર (CEO)ને ૩૧ ઑગસ્ટ સુધીમાં તૈયારીઓ પૂરી કરવાનું કહેવામાં આવ્યું હતું. પહેલા મહિનામાં બૂથ-લેવલ ઑફિસર (BLO) ઘરે-ઘરે જઈને ફૉર્મ આપશે અને તેમનાં ફૉર્મ, નામ વગેરેને ૨૦૦૨ની મતદારયાદી સાથે વેરિફાય કરશે. આ ઑફિસરો નવા મતદાતાઓને પણ ફૉર્મ ભરવામાં હેલ્પ કરશે. જોકે પશ્ચિમ બંગાળના CEOને BLO તરીકે કામ કરી શકે એવા લોકોને નીમવામાં જ તકલીફ પડી રહી છે, કેમ કે અત્યાર સુધીમાં CEOએ લગભગ ૬૦૦ BLOને નોટિસ પાઠવી છે કે તેઓ SIRમાં કેમ ભાગ લેવા નથી ઇચ્છતા એ જણાવે. રાજ્યભરમાં ૪૦૦૦થી વધુ બૂથ-લેવલ ઑફિસરો નીમવાના છે, પરંતુ મોટા ભાગના BLO પૉલિટિકલ પાર્ટીના સપોર્ટરોની સાથે ઘરે-ઘરે ફરવામાં અનસેફ ફીલ કરી રહ્યા છે. 

national news india election commission of india west bengal puducherry assam tamil nadu kerala indian government