કૉન્ગ્રેસ પાર્ટીની માન્યતા રદ કરવાની સ્વામીની ડિમાન્ડ ચૂંટણીપંચે નકારી દીધી

07 November, 2012 06:15 AM IST  | 

કૉન્ગ્રેસ પાર્ટીની માન્યતા રદ કરવાની સ્વામીની ડિમાન્ડ ચૂંટણીપંચે નકારી દીધી

કૉન્ગ્રેસ પાર્ટીએ કાયદાનો ભંગ કરીને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની માલિકીની પ્રાઇવેટ કંપનીને ૯૦ કરોડ રૂપિયાની લોન આપી હોવાનો દાવો કરતાં સ્વામીએ પાર્ટીની માન્યતા રદ કરવાની માગણી કરી હતી. ચીફ ઇલેક્શન કમિશનર વી. એસ. સંપતના વડપણ હેઠળ મળેલી ટોચના ચૂંટણી અધિકારીઓની બેઠકમાં સ્વામીની અરજી વિશે ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી પંચે પોતાના નિર્ણયમાં પાર્ટીની માન્યતા રદ કરવા બાબતના નિયમ ૧૬-એ મુજબ આ કારણોસર માગણી સ્વીકારી શકાય એમ નથી એવું જણાવતાં સ્વામીની અરજી ફગાવી હતી. સુબ્રમણ્યમ સ્વામીએ અગાઉ ચૂંટણી પંચ પર પક્ષપાત રાખવાનો આરોપ પણ મૂક્યો હતો.