મમતાને ૨૪ કલાક સુધી પ્રચાર કરવાની મનાઈ

13 April, 2021 11:20 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

આચારસંહિતાની જોગવાઈઓનો ભંગ કરવા બદલ અને જનતાના પ્રતિનિધિત્વને લગતા ૧૯૫૧ના ધારા હેઠળના અમુક નિયમોનો ભંગ કરવા બદલ તેમના પર આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

રાણાઘાટમાં આયોજીત રેલી દરમ્યાન મમતા બૅનરજી (તસવીર: પી.ટી.આઇ.)

બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના આઠમાંથી ચાર તબક્કા પૂરા થયા છે એ સ્થિતિમાં ગઈ કાલે ચૂંટણી પંચે મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો હતો. પંચે મુખ્ય પ્રધાન અને ટીએમસીનાં સર્વેસર્વા મમતા બૅનરજીને ૨૪ કલાક સુધી ચૂંટણીપ્રચાર કરવાની મનાઈ કરી હતી. આચારસંહિતાની જોગવાઈઓનો ભંગ કરવા બદલ અને જનતાના પ્રતિનિધિત્વને લગતા ૧૯૫૧ના ધારા હેઠળના અમુક નિયમોનો ભંગ કરવા બદલ તેમના પર આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચૂંટણી પંચના નિર્ણયના વિરોધમાં ધરણાં કરશે.

મમતાએ થોડા દિવસ પહેલાં મુસ્લિમ મતદારોને તેમના મત વહેંચાઈ ન જાય એની તકેદારી રાખવાની જે અપીલ કરી હતી એ સંબંધમાં પંચે તેમના પર પ્રતિબંધ મૂકતી નોટિસ મોકલી છે. મમતાએ સલામતી દળોનો ઘેરાવ કરવા પણ લોકોને ઉશ્કેર્યા હોવાનો તેમના પર આરોપ છે.

national news kolkata mamata banerjee election commission of india