Earthquake: કર્ણાટક અને ઝારખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરી ગયા લોકો

05 June, 2020 07:15 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Earthquake: કર્ણાટક અને ઝારખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરી ગયા લોકો

પ્રતીકાત્મક તસવીર

સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે એક દિવસ પહેલા દેશનાં મહારાષ્ટ્રમાં નિસર્ગ વાવાઝોડાની કુદરતી આફતનો માર ઝિલ્યો છે, ત્યાં દેશમાં વધુ એક કુદરતી આફતનો સામનો કર્યો છે. એક તરફ કોરોના વાઈરસ અને બીજી તરફ નિસર્ગ વાવાઝોડુ. જેમાં દેશનાં ઝારખંડ અને કર્ણાટકમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. વહેલી સવારે ઝારખંડના જમશેદપુરમાં ભૂકંપના આંચકા આવ્યા. તો કર્ણાટકના હમ્પીમાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જમશેદપુરમાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

દિલ્હી એનસીઆરમાં બે દિવસ પહેલા આવેલા ભૂકંપ બાદ આજે કર્ણાટક અને ઝારખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કર્ણાટકના હમ્પીમાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જમશેદપુરમાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. પણ હાલ કોઈ નુકસાનના સમાચાર સામે નથી આવ્યા.

જાણકારી મુજબ શુક્રવારે સવારે 6 વાગીને 55 મિનિટે કર્ણાટકમાં ભૂકંપના આંચકા અનુભવાયા. લોકો ત્યારે સૂઈને ઉઠી ગયા હતા અને તે જ સમયે ભૂકંપના કારણે ઘરનો સામાન હલતો દેખાયો. કર્ણાટકના હમ્પીમાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. બીજી તરફ ઝારખંડમાં ઝડપી ગતિથી અનુભવાયા ભૂકંપના આંચકાથી લોકો ડરી ગયા હતા.

નોંધપાત્ર વાત એ છે કે, 3 જૂનના રોજ નોઈડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અહીં ભૂકંપની તીવ્રતા 3.2 હતી. સપ્તાહમાં આ બીજી વખત છે જ્યારે નોઈડામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ અગાઉ 29 મેના રોજ દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા ઘણી વખત અનુભવાયા હતા.

karnataka jharkhand jamshedpur hampi earthquake national news