પાક.થી લઈ દિલ્હી સુધી ધ્રૂજી ધરા, રિક્ટર સ્કેલ પર 6.3નો ધરતીકંપ નોંધાયો

24 September, 2019 05:16 PM IST  |  દિલ્હી

પાક.થી લઈ દિલ્હી સુધી ધ્રૂજી ધરા, રિક્ટર સ્કેલ પર 6.3નો ધરતીકંપ નોંધાયો

દિલ્હી એનસીઆર સહિત આખા ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે હજી સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી .પાકિસ્તાનથી લઈને ભારતના સંખ્યાબંધ રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.3 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનના જાટલાનમાં હતું. સમાજાર એજન્સી ANI પ્રમાણે સાંજે 4.30 વાગ્યાની આસપાસ ઉત્તર ભારતમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.

મળતી માહિતી પ્રમાણે દિલ્હી એનસીઆર સહિત દેશના કેટલાક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. જમ્મુ કાશ્મીર અને ચંદીગઢમાં પણ ભૂકંપના આંચકા અનુભાવાયા. ભૂકંપનું કેન્દ્રબિંદુ લાહોરથી ઉત્તર પશ્ચિમ દિશામાં 173 કિલોમીટર દૂર હતું. ઉલ્લેખનીય છે કે દિલ્હી એનસીઆર સહિ દેશના કેટલાક વિસ્તારો ભૂકંપના ખતરનાક વિસ્તારમાં આવે છે. ખાસ કરીને સિ્સમકિ ઝોન 5 ભૂકંપ અંગેનો સૌથી ખતરનાક વિસ્તાર છે.

delhi jammu and kashmir earthquake