નવી દિલ્હીમાં ભૂકંપના આંચકાઃ દિલ્હીવાસીઓમાં ફફડાટ

20 November, 2019 10:34 AM IST  |  New Delhi

નવી દિલ્હીમાં ભૂકંપના આંચકાઃ દિલ્હીવાસીઓમાં ફફડાટ

પ્રતિકાત્મક તસવીર

રાજધાની દિલ્હી આજે સાંજે ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઊઠી હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા પાંચ માપવામાં આવી હતી. જોકે હજી સુધી કોઈ જ જાનહાનિ કે માલહાનિના અહેવાલ સામે આવ્યા નથી. દિલ્હી ઉપરાંત ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિન્દુ નેપાલમાં નોંધાયું હોવાનું નૅશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી (એનસીએસ)એ જણાવ્યું હતું. દરમ્યાન મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પણ ૨.૯ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો આવ્યો હતો.
ભૂકંપના આંચકાથી લોકો ફફડી ઊઠ્યા હતા. ડરના માર્યા લોકો ઘર તેમ જ ઑફિસની બહાર દોડી આવ્યા હતા, પરંતુ સદ્નસીબે આ ભૂકંપને કારણે કોઈ જાન-માલને નુકસાન થવાના કોઈ જ અહેવાલ નથી. ભૂકંપના આ આંચકા સાંજે ૭ વાગ્યે અનુભવાયા હતા. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુ તાલુકામાં આવેલા ધુંધલવાડી એરિયામાં ૨.૯ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો એવું થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (ટીએમસી)ના રિજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ચીફ સંતોષ કદમે જણાવ્યું હતું.
જાણકારી પ્રમાણે આ ભારત-નેપાલ સરહદ પર ભૂકંપનું કેન્દ્ર જાણવા મળ્યું છે. મહત્ત્વનું છે કે સોમવારે ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા.
અમેરિકાની એજન્સી પ્રમાણે ભૂકંપનું એપિસેન્ટર જમીનથી ૩૩ કિલોમીટર નીચે રહ્યું હતું. યુનાઇટેડ સ્ટેટ જિઓલૉજિકલ સર્વે પ્રમાણે એપિસેન્ટર નેપાલના ખપતાડ નૅશનલ પાર્કની નજીક રહ્યું છે. આ અગાઉ ગઈ કાલે સોમવારે ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા.

national news new delhi