પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને લીધે વેબિનારમાં PM મોદીએ કહ્યું

06 March, 2021 12:26 PM IST  |  New Delhi | Agencies

પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને લીધે વેબિનારમાં PM મોદીએ કહ્યું

લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને લઈને આયોજિત વેબિનારને સંબોધતા વડા પ્રધાન મોદી. તસવીર : પી.ટી.આઈ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને લઈને આયોજિત વેબિનારને સંબોધન કર્યું. આ દરમ્યાન પીએમ મોદીએ કહ્યું કે અમે મેઇક ઇન ઇન્ડિયાને અલગ અલગ સ્તર પર મજબૂત કરવા માટે અનેક પગલાં લીધાં છે. અમારી સામે દુનિયાભરનાં ઉદાહરણ છે. જ્યાં દેશોએ પોતાની મૅન્યુફૅક્ચરિંગ ક્ષમતા વધારીને દેશના વિકાસને ગતિ આપી છે. વેબિનારને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં આજે જે વિમાન કોરોના વાઇરસ રસીના લાખો ડોઝ લઈને દુનિયાભરમાં જઈ રહ્યા છે તે ખાલી આવતા નથી. તેઓ પોતાની સાથે ભારત પ્રત્યેનો ભરોસો, ભારત પ્રત્યે આત્મિયતા, સ્નેહ, આશીર્વાદ અને એક ભાવાત્મક લગાવ લઈને આવે છે. તેમણે કહ્યું કે આટલી મોટી સંખ્યામાં હિન્દુસ્તાનના તમામ ખૂણેથી તમારા બધાનું આ મહત્ત્વપૂર્ણ વેબિનારમાં સામેલ થવું એ પોતાનામાં જ તેનું મહત્ત્વ દર્શાવે છે. વડા પ્રધાને કહ્યું કે ભારત આજે જે નમ્રતા અને કર્તવ્યભાવથી માનવતાની સેવા કરી રહ્યું છે તેનાથી સમગ્ર દુનિયામાં ભારત પોતાનામાં જ એક ખૂબ મોટી બ્રૅન્ડ બની ગયું છે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે જ  દિલ્હી હાઈ કોર્ટે કહ્યું, કોવિડ-19 રસી દાનમાં આપવામાં આવી રહી છે, અન્ય દેશોને વેચવામાં આવી રહી છે, પોતાના લોકોનું રસીકરણ કરવામાં આવતું નથી, અતિજરૂરીની ભાવના અપેક્ષિત છે.

national news narendra modi