લૉકડાઉને શુદ્ધ કરી ભારતની 20 વર્ષની અશુદ્ધ હવા, નાસાએ શૅર કરી તસવીરો

24 April, 2020 06:25 PM IST  |  Mumbai Desk

લૉકડાઉને શુદ્ધ કરી ભારતની 20 વર્ષની અશુદ્ધ હવા, નાસાએ શૅર કરી તસવીરો

નાસાએ શૅર કરેલી તસવીરો

કોરોના વાયરસને કારણે આખા દેશમાં લગાડવામાં આવેલા લૉકડાઉનમથી ભલે દેશની અર્થવ્યવસ્થા પર અસર પડી હોય. પણ આખો દેશ પ્રદૂષણ મુક્ત થઈ રહ્યો છે. નદીઓ સાફ થઈ રહી છે. હિમાલય જલંધરથી દેખાય છે. હરિદ્વારમાં ગંગાનું પાણી પીવા યોગ્ય બન્યું છે. એટલે કે લૉકડાઉનને કારણે આખો દેશ શુદ્ધ હવામાં શ્વાસ લઈ રહ્યો છે તેની પુષ્ટિ અમેરિકન એજન્સી નાસાએ પણ કરી છે.

નાસાની અર્થ ઑબ્ઝરવેટરીએ છેલ્લા ચાર વર્ષોની તસવીરો શૅર કરી છે, જેમાં એ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે પ્રદૂષણનું સ્તર આખા દેશમાં ઘટી ગયું છે. લૉકડાઉનને કારણે વાહનોની અવરજવર લગભગ નજેવી થઈ ગઈ છે. મોટાભાગની ફેક્ટરીઓ બંધ છે. લોકો ઘરની બહાર જરૂરી કામ માટે નીકળે છે.

આ લૉકડાઉન દરમિયાન જ્યાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવામાં મદદ મળી રહી છે. સાથે સાથે પર્યાવરણ પર આની ચોંકાવનારી અસર જોવા મળે છે. દેશમાં એયરોસોલની માત્રા ખૂબ જ ઘટી ગઈ છે. નાસાની અર્થ ઑબ્ઝરવેટરીની ટીમએ આ બાબતે અધ્યયન પણ કર્યું છે.

સ્પેસ એજન્સી નાસાએ આ તસવીર મૉડરેટ રિઝોલ્યૂશન ઇમેજિંગ સ્પેક્ટ્રોરેડિયોમીટર (MODIS) ટેરા સેટેલાઇટ દ્વારા લીધી છે. લૉકડાઉનને કારણે પ્રદૂષણનું લેવલ ઝડપથી નીચે આવ્યું છે. ભારતમાં પ્રદૂષણની સમસ્યા જાણે ખતમ થઈ ગઈ છે, આ બાબતે નાસાએ પણ સેટેલાઇટ ઇમેજ શૅર કરી પોતાનો સ્ટેમ્પ આપી દીધો છે. નાસાએ કહ્યું કે ભારતમાં પ્રદૂષણનું સ્તર ઘટ્યું છે. ભારતમાં 25 માર્ચથી લૉકડાઉન ચાલું છે. અહીં રહેતાં લગભગ 130 કરોડ લોકો પોતાના ઘરોમાં છે.

ગંગા કિનારે વસતો આ દેશનો ભાગ સંપૂર્ણ રીતે ચોખ્ખો થઈ ગયો છે. ગંગા કિનારે વસતાં શહેરોની ઉપર 20 વર્ષથી જે ધૂંધળું આકાશ દેખાતું હતું, જે એયરોસોલના વાદળ દેખાતા હતા, આજે તે લૉકડાઉનને કારણે ચોખ્ખાં થઈ ગયા છે.

દેશમાં લૉકડાઉનને કારણે ફેક્ટ્રી, કાર, બસ, ટ્રક, ટ્રેન, વિમાનો બધું જ બંધ છે. આ આવાગમન રોકાયા પછી નાસાના સેટેલાઇટ સેન્સરે ભારતની જે તસવીરો લીધી છે તે ચોંકાવનારી છે.

national news nasa