કોરોનાને લીધે વૈષ્ણવ દેવીની યાત્રા સ્થગિત કરવામાં આવી

18 March, 2020 05:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાને લીધે વૈષ્ણવ દેવીની યાત્રા સ્થગિત કરવામાં આવી

વૈષ્ણવ દેવીની ફાઈલ તસવીર

કોરોનાના વધતા પ્રભાવને જોઈને જમ્મુ-કાશ્મીર પ્રશાસને વૈષ્ણવ દેવીની યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આગામી 25 માર્ચથી આ યાત્રા શરૂ થવાની હતી. પરિસ્થિતિ સામાન્ય ન થાય સુધી ભક્તોએ વૈષ્ણવ દેવી દર્શન માટે આવવું નહીં, તેવી વિનંતી વૈષ્ણવ દેવી પ્રશાસને કરી છે.

દર વર્ષે ચૈત્રી નવરાત્રીમાં વૈષ્ણવ દેવી યાત્રા ચાલુ થાય છે. યાત્રા દરમ્યાન દેશભરમાંથી બે લાખ કરતા વધુ ભક્તો દર્શન કરવા વૈષ્ણવ દેવી આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાના વધતા જતા કહેરને લીધે આ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. બીજા રાજ્યમાંથી આવતી બસો પર પણ નિયંત્રણ મુકવામાં આવ્યું છે.

અત્યાર સુધી વૈષ્ણવ દેવી મંદિરના માર્ગ પરથી પસાર થતા ભક્તોની થર્મલ તપાસ કર્યા પછી બાગગંગા ચૅકપોસ્ટ પરથી આગળ મોકલવામાં આવતા હતા. તેમજ આ માર્ગ પર ડિસપેન્સરી પણ તૈયાર કરવામાં આવી હતી. યાત્રા સ્થગિત કરવાથી ભક્તો નિરાશ થયા છે અને રાજ્યનું મોટા પ્રમાણમાં આર્થીક નુકસાન પણ થશે, એમ સુત્રોએ જણાવ્યું હતું.

coronavirus jammu and kashmir covid19