સિંગાપોર જઈ રહેલા વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ ,આગ લાગવાની હતી આશંકા

20 May, 2019 12:26 PM IST  | 

સિંગાપોર જઈ રહેલા વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ ,આગ લાગવાની હતી આશંકા

સિંંગાપોર જઈ રહેલ વિમાનની ચેન્નઈમાં લેન્ડિંગ

તમિલનાડુથી ટ્રિચીથી ઉડાન ભરીને સિંગાપોર જઈ રહેલા વિમાનની ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવમાં આવી છે. મળી રહેલ માહિતી પ્રમાણે વિમાનના કાર્ગોમાં ધુમાડો દેખાયા બાદ ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર, ફ્લાઈટમાં આગના તણખા દેખાયા હતા. આ કારણથી વિમાનને ચેન્નઇમાં ઈમરજન્સી લેન્ડ કરવવામાં આવ્યું હતું. ફ્લાઈટ નં. ટીઆર 567ને સવારે 4:00 વાગ્યાની આસપાસ લેન્ડિંગ કરાવવામાં આવી હતી.

પાયલટની સમય સુચકતાથી 161 યાત્રીકોના જીવ બચી ગયા

પાયલટની સમય સુચકતાને પગલે પ્લેન મોટા અકસ્માતથી બચી શકાયું હતું. આ વિમાનમાં 161 યાત્રીઓ સવાર હતા. આધિકારિક માહિતી પ્રમાણે બધા જ યાત્રીઓ સુરક્ષિત છે અને વિમાન ચેન્નઈ એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવ્યુ છે. વિમાનના ટેક ઓફ બાદ ભારતની સીમાથી બહાર નીકળતા પહેલા જ કાર્ગોમાંથી ધુમાડો નીકળતો હોવાનું ખ્યાલ આવતા પાયલટે ઈમરજન્સી લેન્ડ કરાવ્યું હતું. ચેન્નઈ એરપોર્ટ પર પણ સુરક્ષાની સંપૂર્ણ તૈયારી પહેલાથી જ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ચૂંટણીપંચના આદેશથી સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પરથી 909 પોસ્ટ હટાવાઈ

ગો એરવેઝના પ્લેનનું બિરસા મુંડા એરપોર્ટ કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

ગો એરવેઝના વિમાનની રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી. જેમા 180 મુસાફરો સવારી કરી રહ્યા હતા. હાલ રાહતની વાત એ છે કે, સિંગાપોર જઈ રહેલા વિમાનના બધા જ યાત્રીઓ સુરક્ષિત છે જો કે તેનો શ્રેય પાયલટ અને સ્ટાફને જાય છે.

national news