ચાર રાજ્યોમાં ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો સરળ, રાહ નહીં જોવી પડે

14 January, 2021 04:05 PM IST  |  Mumbai | Mumbai Correspondent

ચાર રાજ્યોમાં ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો સરળ, રાહ નહીં જોવી પડે

તસવીર સૌજન્ય જાગરણ

કેટલાંક રાજ્યોએ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટેના નિયમોમાં ફેરફાર કરતાં હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું ખૂબ આસાન થઈ ગયું છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડ પણ સમાવિષ્ટ છે. આ રાજ્યોમાં લાઇસન્સ મેળવવા માટે વધુ લાંબો સમય રાહ જોવી પડશે નહીં.
બિહારમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઑફલાઇન અરજીની પ્રક્રિયા બંધ કરી માત્ર ઑનલાઇન અરજીને જ માન્યતા આપવામાં આવી છે. લર્નિંગ લાઇસન્સનો સ્લોટ બુક થતાં જ ટેસ્ટની ફી ચૂકવીને તમે તમારા પસંદગીના સમયે લર્નિંગ લાઇસન્સની પરીક્ષા આપી શકો છો.
પરિવહન ઑફિસમાં ઑનલાઇન પરીક્ષા આપવા માટે જ અરજીકર્તાએ જવાનું હોય છે, જેનું પરિણામ તરત જ મળી જાય છે. ડ્રાઇવિંગ ટેસ્ટનું પરિણામ મળી ગયા બાદ તમને મેઇલ પર એનું સર્ટિફિકેટ મળી જાય છે, જેની પ્રિન્ટઆઉટ તમે ક્યાંયથી પણ મેળવી શકો છો.
કેટલાંક રાજ્યોમાં લર્નિંગ લાઇસન્સની ફી ભરવાની પ્રક્રિયામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. બીજા શહેરનું લાઇસન્સ ધરાવનાર વ્યક્તિ જો તેના હાલના શહેરમાં વસવાટના પ્રૂફ ધરાવતો હોય તો તે અહીં પોતાનું પરમનન્ટ લાઇસન્સ બનાવડાવી શકે છે.
દિલ્હીમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે વધતી ભીડ જોઈને વધુ ચાર આરટીઓ ખોલવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં દિલ્હીમાં ૧૩ આરટીઓ છે.

national news