Driverless Metro: ભારતે રચ્યો ઇતિહાસ, આ દેશો થયા સામેલ

28 December, 2020 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Driverless Metro: ભારતે રચ્યો ઇતિહાસ, આ દેશો થયા સામેલ

તસવીર સૌજન્ય જાગરણ

સોમવારે બપોરે એક વાગ્યે જેવા દિલ્હી મેટ્રોની ડ્રાઇવરલેસ ટ્રેને શાહીન બાગથી ઝડપ વધારી કે ભારતે એક ઇતિહાસ રચી દીધો. હકીકતે, ભારત પણ હવે ડેનમાર્ક, સ્પેન, ઇટલી, ફ્રાન્સ, જર્મની, હંગરી, સ્વિટ્ઝરલેન્ડ અને બ્રિટેનની સાથે-સાથે અમેરિકા અને કેનેડા જેવા દેશોની શ્રેણીમાં આવે છે, જ્યાં ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનોનું સફળ સંચાલન કરવામાં આવે છે. અહીં એ જાણી લેવું જરૂરી છે કે અમેરિકા અને યૂરોપીય મહાદ્વીપના અડધો ડઝન દેશોમાં આ રીતે સંચલાન કરવામાં આવે છે. આથી ફક્ત ખર્ચ બચે છે, એટલું જ નહીં પણ ટેક્નિકલ ખામી પણ ઓછી આવે છે.

આ દેશોમાં ચાલે છે ચાલક રહિત મેટ્રો
યૂરોપમાં ડેનમાર્ક, સ્પેન, ઇટલી, ફ્રાન્સ, જર્મની, હંગરી, સ્વિટ્ઝરલેન્ડ અને બ્રિટેમાં પણ ડ્રાઇવર લેસ મેટ્રો ચાલે છે. આ દેશોમાં એકથી વધારે શહેરોમાં પણ એસી મેટ્રો ચલાવવામાં આવે છે. આ સિવાય અમેરિકા અને કેનેડામાં પણ ડ્રાઇવરલેસ ટ્રેન ચાલે છે. એટલું જ નહીં, પાડોશી દેશ ચીન સિવાય બ્રાઝીલ અને પેરૂમાં પણ ડ્રાઇવરલેસ મેટ્રોનું સંચાલન ઘણા સમય પહેલાથી થતું આવે છે.

જણાવવાનું કે દિલ્હીમાં ત્રીજા ફેસની મેટ્રો લાઇનો પર ડ્રાઇવરલેસ ટ્રેન ચલાવવામાં આવશે. આમાં મુકંદપુરથી શિવ વિહારવાળી પિંક લાઇન અને જનકપુરીથી બોટાનિકલ ગાર્ડનવાળી મેજેંટા લાઇન છે. હાલ બૉટનિકલથી જનકપુરી વચ્ચે ડ્રાઇવરલેસ ટ્રેનનું સંચાલન કરવામાં આવે છે. ચાલક રહિત મેટ્રો ટ્રેનની ખૂબીઓની વાત કરીએ તો આ એક એડવાન્સ ટેક્નોલોજી છે અને વિશ્વભરમાં ઝડપથી ઉપયોગમાં લેવાઇ રહી છે. ડ્રાઇવરલેસ ટ્રેનમાં કૉમ્યૂનિકેશન બેઝ્ડ ટ્રેન કન્ટ્રોલ સિસ્ટમ છે, જેમાં ટ્રેક પર ચાલનારી બધી ટ્રેનો અંદરોઅંદર અને કન્ટ્રોલ રૂમ સાથે ડિજિટલ રેડિયો કૉમ્યૂનિકેશન દ્વારા એકબીજા સાથે જોડાયેલી હોય છે. ડ્રાઇવર વગરની બધી ટ્રેન 6 કોચવાળી છે અને સીબીટીસી એટલે કે ડ્રાઇવરલેસ ઑપરેશન ટેક્નિકથી લેસ છે. આ રીતની ટ્રેનોમાં ડ્રાઇવર કેબિન નહીં હોય, આ માટે લગભગ 40 પ્રવાસીઓ વધારે પ્રવાસ કરી શકશે.

ચાલક રહિત મેટ્રો ટ્રેનની ખૂબી
1. ટ્રેન ચાલવી, થોભવી, સ્પીડ પકડવી, બ્રેક મારવું, દરવાજા ખુલવાં અને બંધ થવા, સાથે જ ઇમરજેન્સી સ્થિતિને કન્ટ્રોલ કરવું સૌથી વધુ ઑટોમેટિક (સ્વતઃ) થશે.

2. મેટ્રો ટ્રેન સામે કેમેરો હશે. આ કેમેરો ટ્રેનની આગળની આખી તસવીર લાઇવ ક્ન્ટ્રોલ રૂમમાં બતાવશે.

3. ટ્રેનની અંદર લાગેલા સીસીટીવી કેમેરાની લાઇવ સ્ટ્રીમિંગ કન્ટ્રોલ રૂમમાં થશે. આ રીતે ક્ન્ટ્રોલ રૂમમાંથી પણ ટ્રેનની અંદર લાઇવ વીડિયો સ્ટ્રીમિંગ દ્વારા સંપર્ક થઈ શકે છે.

4. મેટ્રો ટ્રેનમાં ડ્રાઇવર ન હોવાને કારણે LED સ્ક્રીન દ્વારા લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે.

5. ઓડીડી ડિવાઇસ ટ્રેક પર લાગેલા હશે. જે ટ્રેક પર આવનારી કોઇપણ નાની અડચણને હટાવી ટ્રેનને પાટા પરથી ઉતારવા એટલે કે ડીરેલ થવાથી બચાવશે.

national news delhi news delhi metro rail corporation great britain