DRDOએ એર ડિફેન્સ મિસાઈલ આકાશ-1Sનું કર્યું સફળ પરીક્ષણ

27 May, 2019 07:20 PM IST  |  નવી દિલ્હી

DRDOએ એર ડિફેન્સ મિસાઈલ આકાશ-1Sનું કર્યું સફળ પરીક્ષણ

DRDOએ એર ડિફેન્સ મિસાઈલ આકાશ-1Sનું કર્યું સફળ પરીક્ષણ

રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને એર ડિફેન્સ મિસાઈલ આકાશ-1Sનું સફળ પરીક્ષણ કર્યું છે. છેલ્લા બે દિવસમાં આ બીજું સફળ પરીક્ષણ છે. આ મિસાઈલનું નવું વર્ઝન છે જેમાં ઈંડિજેનસ સીકર ફિટ કરવામાં આવ્યું છે.

શું છે મિસાઈલની ખાસિયત?
ભારત પર કોઈ મિસાઈલથી હુમલો કરે તો આ રડાર તેની ગતિ અને તેના અંતરનો સાચો અંદાજ લગાવીને તેની જાણકારી બીજી યુનિટને મોકલી દે છે. બીજી યુનિટથી દુશ્મનની મિસાઈલને નષ્ટ કરવા માટે મિસાઈલ ફાયર કરવામાં આવે છે. આ ડિફેન્સ યુનિટ ન માત્ર મિસાઈલ હુમલાથી દેશની સીમાઓની રક્ષા કરવામાં મદદ કરે છે પરંતુ તેઓ કોઈ પણ પ્રકારના હવાઈ હુમલો રોકવામાં સક્ષમ છે.

આ પણ વાંચોઃ DRDOએ જાહેર કર્યો મિશન શક્તિનો વીડિયો

શું છે એર ડિફેન્સ સિસ્ટમ?

એર ડિફેન્સ સિસ્ટમની વાત કરીએ તો આ સિસ્ટમ કોઈ પર પ્રકારના હવાઈ હુમલાથી રક્ષા કરવા માટે સક્ષમ છે. તેના માટે જ આ સિસ્ટમ લગાવવામાં આવી છે. જે અંતર્ગત બે વસ્તુ ખુબ જ ખાસ હોય છે. જેમાં પહેલું રડાર છે અને બીજું મિસાઈલ.

national news