DRDOની મોટી સફળતા, HSTDVનું કર્યું સફળ પરીક્ષણ, જાણો શું છે...

07 September, 2020 04:18 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

DRDOની મોટી સફળતા, HSTDVનું કર્યું સફળ પરીક્ષણ, જાણો શું છે...

DRDOની મોટી સફળતા, HSTDVનું કર્યું સફળ પરીક્ષણ, જાણો શું છે...

દેશએ રક્ષા (Defence) ક્ષેત્રમાં આજે મોટી સફળતા મેળવતા હાઇપરસોનિક (Hypersonic Technology Demonstrator Vehicle) ટેક્નૉલોજી ડેમોનસ્ટ્રેટર વીકલનું સફળ પરીક્ષણ કર્યું છે. રક્ષામંત્રી (Defence Minister rajnath Singh) રાજનાથ સિંહે ટ્વિટર પર આની માહિતી આપતાં કહ્યું કે આમાં દેશમાં વિકસિત સ્ક્રેમજેટ પ્રપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પહેલા જૂન 2019માં આનું પહેલીવાર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

એચએસટીડીવીનો ભવિષ્યમાં હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ બનાવવમાં ઉપયોગ થશે એટલું જ નહીં પણ આની મદદથી ઘણાં ઓછા ખર્ચમાં સેટેલાઇટ લૉન્ચિંગ કરી શકાશે. HSTDV હાઇપરસોનિક અને લાંબા અંતરના પ્રવાસની ક્રૂઝ મિસાઇલો માટે આ યાન તરીકે પણ ઉપયોગ કરી શકાશે.

ભારત સોમવારે અમેરિકા, રશિયા અને ચીન પછી એવો ચોથો દેશ છે જેની પાસે હાઇપરસોનિક ટેક્નૉલોજી છે. ઓરિસ્સાના બાલાસોર સ્થિત એપીજે અબ્દુલ કલામ ટેસ્ટિંગ રેન્જથી HSTDVના સફળ પરીક્ષણ પછી ભારતે તે ટેક્નિક મેળવી લીધી છે જેનાથી મિસાઇલની સ્પીડ સાઉન્ડથી છ ગણી વધારી શકાય છે.

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑર્ગનાઇઝેશન (DRDO)તરફથી વિકસિત HSTDVનું પરીક્ષણ સવારે 11.03 વાગ્યે અગ્નિ મિસાઇલ દ્વારા કરવામાં આવ્યું. સરકારી સૂત્રો પ્રમાણે, આનો અર્થ છે કે DRDO આગામી પાંચ વર્ષમાં સ્ક્રેમજેટ એન્જિનના ઉપયોગથી હાઇપરસોનિકલ મિસાઇલ ડેવલપ કરી લેશે. જેની સ્પીડ મેક 6 હશે.

DRDO ચીફ સતીશ રેડ્ડી અને તેમની હાઇપરસોનિક મિસાઇલ ટીમની આગેવાનીમાં આ પરીક્ષણને અંજામ આપી દેવામાં આવ્યું. HDTDVએ બધાં પેરામીટર્સ પર સફળતા મેળવી જેમાં દહન કક્ષ દબાણ, હવાનું સેવન અને નિયંત્રણ સામેલ છે. 11.03 વાગ્યે અગ્નિન મિસાઇલ બૂસ્ટર હાઇપરસોનિક વીકલને 30 કિલોમીટર ઉંચાઇ સુધી લઈ ગયો, જેના પછી બન્ને જુદાં થઈ ગયા.

ત્યાર બાદ વીઇકલનું ઍર ઇનટેક ખુલ્યું અને આથી સ્ક્રેમજેટ એન્જિન ચાલું થઈ ગયું. જ્વલન 20 સેકેન્ડ સુધી ચાલ્યું અને વીકલે 6 મેકની ઝડપ મેળવી. એક અધિકારીએ કહ્યું, "વીકલે પહેલાથી નક્કી કરેલા બધાં માનક સફળતાપૂર્વક મેળવ્યા, જેમાં 2500 ડિગ્રી સેલ્સિયસથી વધારે દહન તાપમાન અને ઍર સ્પીડ સામેલ છે."

national news defence ministry