વિદેશ જવા ઈચ્છતા ભારતીયો માટે સારા સમાચાર,આ દેશે કોવિશિલ્ડને આપી માન્યતા

02 July, 2021 05:27 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

જો તમે વિદેશ જવા ઈચ્છો છો અને તમે કોવિશિલ્ડ રસી લીધી છે તો તમે યુરોપ જઈ શકશો. યુરોપના આ દેશે કોવિશિલ્ડ રસીને માન્યતા આપી છે.

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસની રસી લીધા બાદ વિદેશ જવાનું વિચારી રહેલા ભારતીયો માટે સારા સમાચાર છે. યુરોપિયન દેશોએ હવે ભારતની રસી કોવિશિલ્ડની સીરમ સંસ્થાને માન્યતા આપવાનું નક્કી કર્યુ છે. આ સાથે ભારતીય નાગરિકો માટે યુરોપના દરવાજા ખોલવાની સંભાવના વધવા માંડી છે. યુરોપના નેધરલેન્ડ્સે કોવિશિલ્ડ રસી મેળવનારા લોકોને અહીં આવવાની મંજૂરી આપી છે.

નેધરલેન્ડ સરકારે તેની વેબસાઇટ પર વિદેશથી આવતા મુસાફરો માટે વિસ્તૃત માહિતી આપી છે. વેબસાઇટમાં તે રસીઓના નામ છે, જે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત છે. આ સૂચિમાં કોવિશિલ્ડનું નામ પણ છે, જે ભારતમાં વપરાય છે. આ નિર્ણય પણ મહત્વપૂર્ણ છે કારણ કે યુરોપિયન યુનિયન દ્વારા હજી સુધી ભારતીય રસીને માન્યતા નથી મળી.

નેધરલેન્ડે અત્યાર સુધીમાં 8 રસીને માન્ય રાખી છે. જે મુસાફરોએ આ રસી લીધી છે તેમને તેમના દેશમાં આવવાની મંજૂરી આપવામાં આવશે. નેધરલેન્ડ ફાઇઝર-બાયોએનટેક, કમિર્નાટી, એસ્ટ્રાઝેનેકા ઇર્યુ, જહોનસન અને જહોનસન, મોડર્ના, એસ્ટ્રાઝેનેકા-એસકે બાયો અને કોવિશિલ્ડ રસીને મંજૂરી આપી છે.

અગાઉ યુરોપના સાત દેશોએ પણ કોવિશિલ્ડને માન્યતા આપી છે. કોવિશિલ્ડને સ્વીટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેનીયા, ગ્રીસ, આઇસલેન્ડ, આયર્લેન્ડ અને સ્પેનમાં પણ મંજૂરી આપવામાં આવી છે. ભારતે 27 દેશોના યુરોપિયન સંઘને ભારતીયોને યુરોપ પ્રવાસની મંજૂરી આપવાની વિચારણા કરવા વિનંતી કરી છે. આપને જણાવી દઇએ કે આ પહેલા, યુરોપના ઘણા દેશોએ લોહી ગંઠાઈ જવાના કેસોને કારણે કોવિશિલ્ડના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ પાછળથી જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે રસી તેના ગેરફાયદા કરતા વધારે ફાયદા ધરાવે છે. જે પછી ધીરે ધીરે ઘણા દેશોએ આ પ્રતિબંધ હટાવ્યો.

 

national news covid vaccine netherlands