રશિયા અને ઈરાન સાથેના સોદાને કારણે ડોનલ્ડ ટ્રમ્પે કર્યો પ્રજાસત્તાક દિને આવવાના આમંત્રણનો અસ્વીકાર

29 October, 2018 04:48 AM IST  | 

રશિયા અને ઈરાન સાથેના સોદાને કારણે ડોનલ્ડ ટ્રમ્પે કર્યો પ્રજાસત્તાક દિને આવવાના આમંત્રણનો અસ્વીકાર




રશિયા સાથે એસ-૪૦૦ ડિફેન્સ મિસાઇલ-સિસ્ટમના સોદા અને ઈરાન સાથે તેલના કરાર બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે પ્રજાસત્તાક દિને ચીફ ગેસ્ટ તરીકે ભારત આવવાના મોદી સરકારના નિમંત્રણનો અસ્વીકાર કર્યો છે. અમેરિકી અધિકારીઓએ ભારતના સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને પત્ર દ્વારા આ માહિતી આપી હતી. એમ મનાઈ રહ્યું છે કે ૨૬ જાન્યુઆરી દરમ્યાન જ ટ્રમ્પનું સ્ટેટ ઑફ યુનિયન સંબોધન અને કેટલાક રાજકીય કાર્યક્રમો નક્કી થઈ શકે છે.

ભારતે એપ્રિલમાં અમેરિકી રાષ્ટ્રપતિને પ્રજાસત્તાક દિને ભારત આવવાનું આમંત્રણ મોકલ્યું હતું. અમેરિકી અધિકારીઓએ નિમંત્રણ મળ્યાની જાણકારી આપતાં ૨+૨ વાતચીત બાદ જવાબ આપવા જણાવ્યું હતું. રશિયાથી ભારત દ્વારા શસ્ત્રોની ખરીદી અને ઈરાનથી તેલની આયાતને કારણે ભારત અને અમેરિકા વચ્ચે ટેન્શન વધ્યું છે.


આ પણ વાંચોઃ મોદી શિવલિંગ પર બેઠેલા વીંછી જેવા છે : શશી થરૂર


તાજેતરમાં જ ભારતે અમેરિકા દ્વારા પ્રતિબંધની ધમકી છતાં રશિયા સાથે એસ-૪૦૦ ઍર ડિફેન્સ મિસાઇલ-સિસ્ટમની ડીલ ફાઇનલ કરી હતી.