PMએ જે કુતરાનો મન કી બાતમાં કર્યો ઉલ્લેખ તેનું થયું નિધન,પોલીસ ગમગીન

03 December, 2020 01:29 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

PMએ જે કુતરાનો મન કી બાતમાં કર્યો ઉલ્લેખ તેનું થયું નિધન,પોલીસ ગમગીન

પ્રતીકાત્મક તસવીર

મેરઠ (Meerut)ના કમિશનરી ચારરસ્તે મંગળવારે અનોખું દ્રશ્ય જોવા મળ્યું. અહીં એક કુતરાના નિધન બાદ ગમગીન પોલીસ કર્મચારીઓને તેની અંતિમ યાત્રા કાઢી અને તેને અંતિમ ક્રિયા કરી. કુતરું કોરોના કાળ થકી મેરઠ કમિશનર ચારરસ્તે તૈનાત પોલીસ કર્મચારીઓ અને પીએસી (PAC)ના જવાનો સાથે રહેતો હતો. કુતરાનો માલિક રાકેશ તેને કોરોનાની શરૂઆતના સમયમાં ચારરસ્તે છોડીને ચાલ્યો ગયો હતો, જેના પછી પોલીસ કર્મચચારીઓએ તેની સારવાર કરી અને તેને કુતરાનું નામ પણ રાકેશ રાખ્યું. ત્યારથી ડૉગી રાકેશ પોલીસકર્મચારીઓની સાથે જ રહેવા લાગ્યો. પોલીસવાળાએ પોતાનો વફાદાર સાથી માનીને તેને ખૂબ જ પ્રેમથી રાખ્યો, પણ બીમારીને કારણે મંગળવારે તેનું નિધન થઈ ગયું.

માળા ચડાવી, ભીની આંખે આપી વિદાઇ
કુતરા રાકેશના નિધનથી પોલીસ કર્મચારીઓ ખૂબ જ ઉદાસ થઈ ગયા. સવારે જ્યારે પીએસીના જવાન પોતાની ડ્યૂટી પર પહોંચ્યા હતા તો રાકેશ જીવન અને મૃત્યુ સામે જજૂમી રહ્યો હતો. થોડીક વાર પછી તેણે પ્રાણ ત્યાગ કરી દીધા. તેના પછી પીએસીના જવાનોએ વિધિસર તેની અંતિમયાત્રા કાઢવાનો નિર્ણય લીધો. કુતરાની લાશને કફન ઓઢાડી, માળાઓ ચડાવવામાં આવી. આની સાથે જ ભીની આંખે કુતરાની અંતિમ યાત્રા કાઢવામાં આવી. કુતરાને કમિશનરી પાર્કમાં જ ખાડામાં દફનાવવામાં આવ્યો.

પીએમ મોદીએ વખાણ્યું પોલીસકર્મીઓનું કામ
કહેવામાં આવે છે કે ડૉગી રાકેશ થોડાક દિવસ પહેલા શરદીને કારણે બીમાર થઈ ગયો હતો. અબોલ રાકેશનું જીવન બચાવવા માટે પોલીસ કર્મચારીઓએ સંપૂર્ણ પ્રયત્ન કર્યો હતો. તેમના આ કામથી પ્રભાવિત થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મન કી બાતમાં ઉલ્લેખ કરીને પોલીસ કર્મચારીઓના વખાણ કર્યા હતા. પીએસીના દવાન તે અબોલ જીવની સેવામાં લાગેલા હતા. પીએસીના જવાનોએ આગની ગરમી આપીને તેની સેવા કરી, ડૉગી રાકેશને હૉસ્પિટલ લઈ જઇને તેને દવા પણ અપાવી, પણ તેનું મૃત્યુ થઈ ગયું.

માલિકના નામે રાખવામાં આવ્યું
પીએસીમાં તૈનાત ઑફિસર ઉમેશ સિંહે કહ્યું કે આ અબોલ જીવ ચાર રસ્તે રહેતો હતો. કોરોના કાળમાં તેનો માલીક રાકેશ અહીંથી ચાલ્યો ગયો. પણ અબોલ અહીં રોકાઇ ગયો હતો. આની અમે સંપૂર્ણ સારવાર કરી. અબોલ પ્રાણીને અમે રાકેશનું નામ આપી દીધું હતું. રાકેશ કહીને બોલાવતા તે દોડીને આવી જતો.

national news uttar pradesh meerut narendra modi mann ki baat