ફોન પર કોરોના વાઈરસની કૉલર ટ્યૂનમાં અવાજ છે આ મહિલાનો, જાણો કોણ છે

05 August, 2020 07:09 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ફોન પર કોરોના વાઈરસની કૉલર ટ્યૂનમાં અવાજ છે આ મહિલાનો, જાણો કોણ છે

જસલીન ભલ્લા

આખો દેશ કોરોના વાઈરસ સામે લડી રહ્યો છે અને એનાથી બચવા માટે જાત-જાતના પ્રયાસો કરી રહ્યો છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉન બાદ સરકારે હવે અનલૉક-3માં થોડી છૂટછાટ માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. ત્યારે હાલના સંજોગોને જોતા તમે જ્યારે પણ કોઈને ફોન કરો છો તો એક અવાજ સાંભળો છો, 'નમસ્કાર, ઈસ સમય પૂરા દેશ કોરોના મહામારી સે લડ રહા હૈ.' આ મહિલા જણાવતી હતી કે 'કોરોનાથી કેવી રીતે લડવું છે, તે કહે છે કે 'યાદ રહે હમેં બીમારી સે લડના હૈ, બીમાર સે નહીં ઔર કુછ બાતોં કા ધ્યાન રખના હૈ લોકો આને કોરોના કૉલર ટ્યૂન કહે છે. શું તમે જાણો છો કે આ અવાજ કોનો છે. આ અવાજ છે જસલીન ભલ્લાનો, જે દિલ્હીની છે અને વૉયસ ઓવર આર્ટિસ્ટ છે. જસલીને છેલ્લા ઘણો વર્ષોમાં કેટલીક બ્રાન્ડ માટે વૉયસ ઓવર આર્ટિસ્ટ કર્યું છે. એમને કોવિડ-19 સૂચનાઓ માટે વૉયસ પરીક્ષણ કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ એમને જાણ નહોતી કે આ એમની અવાજમાં સમાનતા લાવશે.

ફોન પર કોવિડ-19ની સૂચના આપવા માટે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે જ્યારે એમણે કોવિડ-19 માટે વૉયસ ઓવર કર્યું ત્યારે તેમને ખ્યાલ પણ નહોતો કે એમનો અવાજ આવી રીતે વાઈરલ થઈ જશે અને તેને પસંદ કરવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર જસલીને પોતાનો અનુભવ જણાવ્યો છે. એમણે જણાવ્યું છે કે વૉયલ વાઈરલ થયા બાદ તેમને કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ મળી. આ અંગે તેના પરિવારના સભ્યોની શું પ્રતિક્રિયા હતી.

જસલીને કહ્યું, 'મને ખ્યાલ નહોતો કે આ વસ્તુ એટલી વાઈરલ થઈ રહી છે અને ઘણા લોકો એના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આવા પ્રકારની પ્રતિક્રિયા અથવા ઓળખાણ પ્રાપ્ત કરવી એ એક વૉયસ ઓવર આર્ટિસ્ટ કલાકાર માટે બહુ જ સામાન્ય અનુભવ નથી. જસલીન ભલ્લાએ કહ્યું કે કોરોના વાઈરસના કારણે ઓળખ પ્રાપ્ત કરવી થોડુ વિચિત્ર છે.

national news new delhi coronavirus covid19