દિવાળી ભેટ : લોનના વ્યાજ પર વ્યાજ નહીં વસૂલાય

25 October, 2020 02:56 PM IST  |  New Delhi | Agencies

દિવાળી ભેટ : લોનના વ્યાજ પર વ્યાજ નહીં વસૂલાય

દિવાળી ભેટ : લોનના વ્યાજ પર વ્યાજ નહીં વસૂલાય

મોદી કૅબિનેટે લોન મોરેટોરિયમ અંગે મહત્ત્વનો નિર્ણય લીધો છે, જેનાથી સામાન્ય લોકોની દિવાળી સુધરશે. કેન્દ્ર સરકારે લોન મોરેટોરિયમ ગાળામાં વ્યાજ પર વ્યાજની ચુકવણી કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે, જેનો અર્થ એ થયો કે સરકારે ૨ કરોડ રૂપિયા સુધીની લોન લેનાર વ્યક્તિગત તેમ જ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોની લોનની આ ગાળાનું વ્યાજનું વ્યાજ કેન્દ્ર સરકાર ચૂકવશે. સામાન્ય વ્યક્તિના હિતમાં નાણાં મંત્રાલયે આ નિર્ણય લીધો છે અને ગાઇડલાઇન પણ જાહેર કરી છે.
લોન મોરેટોરિયમ ગાળામાં લોન પરના સામાન્ય વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના તફાવતની ચુકવણી હવે કેન્દ્ર સરકાર કરશે. જો કોઈ વ્યક્તિગત બોરોઅરે ૨ કરોડ રૂપિયાથી વધુની લોન લીધી હશે તો તેને આના લાભ નહીં મળે. લોન મોરેટોરિયમ નહીં લેનાર લોકોને પણ આનો લાભ મળી શકશે.

સમયસર હપ્તો ચૂકવનારને કૅશબૅક
લોન મોરેટોરિયમ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે લૉકડાઉન દરમ્યાન મોરેટોરિયમનો લાભ લીધો નથી અને દરેક હપ્તો ચૂકવ્યો છે તો તમને બૅન્ક તરફથી કૅશબૅક મળશે. એવામાં શુક્રવારના રોજ સરકારે સ્પષ્ટ કહી દીધું કે જો કોઈ લોન લેનારે મોરેટોરિયમનો લાભ ઉઠાવ્યો નથી અને હપ્તાની ચુકવણી સમય પર કરી તો બૅન્કમાંથી તેમને કૅશબૅક મળશે.

national news delhi news diwali